________________
શતક–૨૪ : ઉદ્દેશક-૧
૫
ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
४ जइ णं भंते! पंचिदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति - किं सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, असण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा ! सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति, असण्णि पंचिंदिय-तिरिक्खजोणिहिंतो वि उववज्जति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈરયિકો, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય બંને પ્રકારના તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
५ जइ णं भंते ! असण्णिपंचिदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति - किं जलयरेहिंतो उववज्जंति, थलयरेहिंतो उववज्जति, खहयरेहिंतो उववज्जंति ? गोयमा ! जलयरेहिंतो वि उववज्जंति, थलयरेहिंतो वि उववज्जंति, खहयरेहिंतो वि उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈયિકો, અસંશીપંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે જલચરમાંથી, સ્થલચરમાંથી કે ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! તે જલચરમાંથી, સ્થલચરમાંથી અને ખેચરમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
६ जइ णं भंते ! जलयस्थलयर-खहयरेहिंतो उववज्जंति - किं पज्जत्तएहिंतो उववज्जंति, अपज्जत्तएहिंतो उववज्जति ? गोयमा ! पज्जत्तएहिंतो उववज्जति, णो अपज्जत्तएहिंतो उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈયિકો, જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે પર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત જલચર, સ્થલચર અને ખેચરમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોની ઉત્પત્તિ વિષયક કથન છે. ચાર ગતિના જીવોમાંથી પર્યાપ્ત, સંખ્યાત વર્ષાયુષ્ક સંશી અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યો જ નરકમાં જઈ શકે છે. તથાપ્રકારના સ્વભાવે નારકો કે દેવો મરીને નરક કે દેવગતિમાં જતા નથી. તે જ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય જીવો કે કોઇપણ અપર્યાપ્તા જીવો નરક કે દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યો અવશ્ય દેવગતિમાં જાય છે. તેથી તે જીવો પણ નરકમાં જતા નથી.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની પ્રથમ ગમકથી નરકમાં ઉત્પત્તિ ઃ
७ पज्जत्त- असण्णिपंचिदिय तिरिक्खजोणिए णं भंते ! जे भविए णेरइएस उववज्जित्तए