________________
श्री भगवती सूत्र - प
सेकेणणं भंते! एवं वच्चइ ? एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ, तंजहा - उज्जुआयता, जाव अद्धचक्कवाला । एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइए णं विग्गणं उववज्जेज्जा, दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ । एवं पज्जत्तएसु वि बायरतेडकाइएसुवि उववाएयव्वो । वाउक्काइय वणस्सइकाइयत्ताए चउक्कएणं भेएणं जहा आउक्काइयत्ताए तहेव उववाएयव्वो । एवं जहा अपज्जत्तसुहुमपुढविकाइयस्स गमओ भणिओ एवं पज्जतसुहुमपुढविकाइयस्स वि भाणियव्वो, तहेव वीसाए ठाणेसु उववाएयव्वो ।
૫૦
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રથી મારણાન્તિક સમુદ્દાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે. યથા– ઋજુઆયતા યાવત્ અર્ધચક્રવાલ. જો તે જીવ એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને જો તે ઉભયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત કથન છે. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક જીવમાં પણ ઉત્પત્તિ જાણવી જોઈએ. અપ્લાયિકની સમાન વાયુકાયિક અને વનસ્પતિકાયિકપણે પણ ચાર-ચાર ભેદથી ઉત્પત્તિ જાણવી જોઈએ. આ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કથનની સમાન પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં પણ વીસ સ્થાનોમાં ઉત્પત્તિ કહેવી જોઈએ.
१६ अपज्जत्त बादर पुढविक्काइए णं भंते ! अहोलोयखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता, पुच्छा ? गोयमा ! एवं बायरपुढविकाइयस्स वि अपज्जत्तगस्स पज्जत्तगस्सय भाणियव्वं। एवं आउक्काइयस्स चउव्विहस्स वि भाणियव्वं । सुहुमतउक्काइस्स दुविहस्स वि एवं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક જીવ, અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મારણાન્તિક સમુદ્દાત કરીને, ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં અને ચારે પ્રકારના અપ્સાયિક જીવોમાં તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકના વિષયમાં પણ આ જ રીતે જાણવું.
१७ अपज्जत्तबायरतेडक्काइए णं भंते ! समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्डलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा । गोयमा ! दुसमइएण वा तिसमइण व चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा ।
भंते! एवं वच्चइ ? गोयमा ! जहेव रयणप्पभाए तहेव सत्त सेढीओ ।