________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
રત્નપ્રભાના પૂર્વી ચરમાન્તના ૧૮ પ્રકારના જીવો મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય, તેના ૧૮૪૨-૩૬ વિકલ્પો થાય.
૫૫૮
મનુષ્ય ક્ષેત્રના બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો મરીને રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં ૧૮ પ્રકારમાં ઉત્પન્ન થાય, તેના ૨×૧૮-૩૬ વિકલ્પો થાય. મનુષ્ય ક્ષેત્રના બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તા જીવો મરીને મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય, તેના ૨૪૨-૪ વિકલ્પો. આ રીતે ૩ર૪+૩+૩+૪-૪૦૦ વિકલ્પો થાય છે.
પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો, પશ્ચિમી ચરમાંતથી પૂર્વી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો, ઉત્તરી ચરમાંતથી દક્ષિણી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો અને દક્ષિણી ચરમાંતથી ઉત્તરી ચરમાંત સંબંધિત ૪૦૦ વિકલ્પો, આ રીતે ચારે દિશાના કુલ–૧૬૦૦ વિકલ્પો થાય છે. ઉપરોક્ત વિકલ્પોમાં બાદર અગ્નિના જીવો અડીદ્વીપમાં જ છે. તેથી તે જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તાની ઉત્પત્તિનું કથન અઢીદ્વીપમાં જ કહેવું.
વિગ્રહગતિનું કાલમાન ઃ- રત્નપ્રભા પૃથ્વીમાં ૧૬૦૦ વિકલ્પોથી ઉત્પન્ન થતા એકેન્દ્રિય જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ઋજુઆયતા શ્રેણીથી ઉત્પન્ન થાય તો એક સમય, એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય તો બે સમય અને ઉભયતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય તો ત્રણ સમય થાય છે. તેના ઉત્પત્તિસ્થાનાનુસાર તેની ગતિ અને ગતિ અનુસાર તેનું કાલમાન નિશ્ચિત થાય છે.
શર્કરાપ્રભાથી તમસ્તમા પૃથ્વીમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિયોની વિગ્રહગતિના વિકલ્પો અને કાલમાન– રત્નપ્રભા પૃથ્વીની જેમ એકે-એક નરકના એક-એક ચરમાંતના ૪૦૦-૪૦૦ વિકલ્પો થાય છે.
૩૨૪ વિકલ્પોમાં એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ–શર્કરાપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાંતમાં રહેલા ૧૮ ભેદના જીવો(બાદર તેઉકાયના બે ભેદને છોડીને) પશ્ચિમી ચરમાંતમાં ૧૮ ભેદપણે ઉત્પન્ન થાય તો ૧૮૪૧૮-૩ર૪ વિકલ્પો થાય છે. તે જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ચાર વિકલ્પોમાં એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિ- મનુષ્ય ક્ષેત્રમાં રહેલા બાદર તેઉકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો મરીને, મનુષ્ય ક્ષેત્રમાં જ બાદર તેઉકાયના પર્યાપ્ત કે અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય તો ૨૪૨-૪ વિકલ્પો થાય. તે જીવો એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય
છે. મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થતા જીવોનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં પણ થઈ શકે છે. જયારે
ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં હોય ત્યારે એક સમય અને ઉત્પત્તિ સ્થાન વિષમ શ્રેણીમાં હોય તો બે સમય અથવા ત્રણ સમય થાય છે.
૭૨ વિકલ્પોમાં બે, ત્રણ સમયની વિગ્રહ ગતિ– ૧૮ પ્રકારના જીવો મનુષ્ય ક્ષેત્રમાં બાદર તેઉકાયના પર્યાપ્ત કે અપર્યાપ્તાપણે ઉત્પન્ન થાય. ૧૮૪૨-૩ વિકલ્પો થાય. અને મનુષ્ય ક્ષેત્રમાં રહેલા બાદર નેઉકાયના પર્યાપ્ત કે અપર્યાપ્ત જીવો શર્કરાપ્રમાના પશ્ચિમી ચરમાંતમાં ૧૮ પ્રકારના જીવોમાં ઉત્પન્ન થાય તો ૨૦૧૮-૩૬વિકલ્પો થાય. ૩૬+૩૬ – ૭ર પ્રકારના જીવો પણ બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
તે ૭૨ વિકલ્પથી ઉત્પન્ન થતા જીવો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતા નથી કારણ કે શર્કરાપ્રભાના પૂર્વી ચરમાંતથી મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થતાં જીવોનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં થતું નથી. તે જ રીતે મનુષ્ય ક્ષેત્રમાંથી શર્કરાપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં ઉત્પન્ન થતા જીવોનું ઉત્પત્તિ સ્થાન પણ