________________
શતક–૩૪ : અવાંતર શતક—૧
૫૫૭
जेवि बायरतेडकाइया अपज्जत्तगा य पज्जत्तगा य समयखेत्ते समोहणित्ता दोच्चार पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते पुढविकाइएसु चउव्विहेसु, आउकाइएसु चउव्विहेसु, तेडकाइएस दुविहेसु, वाडकाइएसु चडव्विहेसु, वणस्सइकाइएसु चउव्विहेसु उववज्जति, ते वि एवं चेव दुसमइएण वा, तिसमइएण वा, विग्गहेण उववाएयव्वा ।
बायर उकाइया अपज्जत्तगा य पज्जत्तगा य जाहे तेसु चेव उववज्जति ताहे जहेव रयणप्पभाए तहेव एगसमइय दुसमइयतिसमइयविग्गहा भाणियव्वा । सेसं जहेव रयणप्पभाए तहेव णिरवसेसं । जहा सक्करप्पभाए वत्तव्वया भणिया एवं जाव अहेसत्तमाए वि भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે. યથા– ૠજુઆયતા યાવત્ અર્ધચક્રવાલ. તેમાંથી જે એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે, તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જે ઉભયતો વક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય છે, તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેથી આ પ્રમાણે કહ્યું છે. આ રીતે પર્યાપ્ત બાદર તેઉકાયિક પણ જાણવા જોઈએ. શેષ સર્વ કથન રત્નપ્રભાની સમાન જાણવું. પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવો મનુષ્યક્ષેત્રથી સમુદ્દાત કરીને શર્કરાપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાન્તમાં ચારે પ્રકારના પૃથ્વીકાયિક જીવોમાં, ચારે પ્રકારના અપ્સાયિક જીવોમાં, બે પ્રકારના તેઉકાયિક જીવોમાં, ચાર પ્રકારના વાયુકાયિક જીવોમાં અને ચાર પ્રકારના વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે. તેનો ઉપપાત પણ બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી કહેવો જોઈએ.
જ્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેઉકાયિક જીવ તેમાં જ(મનુષ્ય ક્ષેત્રમાં જ) ઉત્પન્ન થાય છે, ત્યારે તેના માટે રત્નપ્રભાપૃથ્વીના કથન અનુસાર એક, બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ. શેષ સર્વ કથન રત્નપ્રભાપૃથ્વીની સમાન છે. જે રીતે શર્કરાપ્રભાનું કથન કર્યું તે જ રીતે અધઃસપ્તમ પૃથ્વી પર્યંત જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરકના એક ચરમાન્તથી બીજા ચરમાન્તમાં ઉત્પન્ન થતાં એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના કાલમાનનું વિવિધ વિકલ્પોથી કથન કર્યું છે.
વિગ્રહગતિ :– જીવ જ્યારે એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જન્મ ધારણ કરવા માટે જે ગતિ કરે છે તેને વિગ્રહગતિ કહે છે અથવા વિગ્રહ-શરીર. એક સ્થૂલ શરીરને છોડીને બીજા સ્થૂલ શરીરની પ્રાપ્તિ
માટે જે ગતિ થાય તેને વિગ્રહ ગતિ કહે છે.
શ્રેણી :– આકાશપ્રદેશની પંકિતને શ્રેણી કહે છે. તેના સાત પ્રકાર છે. તેનું વિસ્તૃત વિવેચન શતક–૨૫/૩ સૂત્ર ૫૭માં છે, ત્યાં જુઓ.
પૂર્વી ચરમાન્ત સંબંધિત ૪૦૦ વિકલ્પો ઃ– રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાન્તમાં એકેન્દ્રિય જીવોના ૧૮ ભેદ હોય છે. બાદર તેઉકાયના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ અઢીદ્વીપમાં જ હોય છે. રત્નપ્રભાના પૂર્વી ચરમાન્તના ૧૮ પ્રકારના જીવો મારણાંતિક સમુદ્દાત કરીને રત્નપ્રભાના પશ્ચિમી ચરમાંતમાં એકેન્દ્રિયના ૧૮ પ્રકારમાં ઉત્પન્ન થાય, તેના ૧૮×૧૮=૩૨૪ વિકલ્પો થાય.