________________
૫૫૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમી ચરમાત્તથી સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. જે રીતે અને જે ક્રમથી પૂર્વી ચરમાન્તના સર્વ પદોમાં સમુદ્યાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિનું કથન કર્યું તથા મનુષ્યક્ષેત્રથી સમુઘાત કરીને, પશ્ચિમી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ કહી, તે જ રીતે, તે જ ક્રમથી પશ્ચિમી ચરમાન્સથી અને મનુષ્યક્ષેત્રથી સમુદ્દાત કરીને, પૂર્વી ચરમાત્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે, તેનું કથન કરવું અને તે જ રીતે દક્ષિણીચરમાન્તથી સમુઘાત કરીને, ઉત્તરી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ તથા ઉત્તરી ચરમાથી અને મનુષ્યક્ષેત્રથી સમુઘાત કરીને દક્ષિણી ચરમાન્તમાં અને મનુષ્યક્ષેત્રમાં ઉત્પત્તિ કહેવી જોઈએ. | ११ अपज्जत्तसुहमपुढविकाइएणं भंते !सक्करप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए सक्करप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते अपज्जत्त सुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा! एवं जहेव रयणप्पभाए जावसे तेणटेणं । एवं एएणं कमेणं जावपज्जत्तएसु सुहुमतेउकाइएसु। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, શર્કરાપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુઘાત કરીને, શર્કરા પ્રભાના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!રત્નપ્રભાપૃથ્વીના કથનાનુસાર જાણવું યાવતું તેથી આ પ્રમાણે કથન કર્યું છે અને આ જ ક્રમથી પર્યાપ્તક સૂક્ષ્મ તેઉકાયિક પર્યત કહેવું જોઈએ. |१२ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते !सक्करप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए,समोहणित्ता जे भविए समयखेतेअपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए सेणं भंते ! कइसमएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! दुसमइएण वा तिसमइएण वा विग्गहेण उववज्जेज्जा। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, શર્કરા પ્રભાપૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાત્તિક સમુઘાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેઉકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. | १३ सेकेणटेणं भंते ! एवं वुच्चइ? एवं खलु गोयमा !मए सत्त सेढीओ पण्णत्ताओ, तंजहा- उज्जुआयता जावअद्धचक्कवाला। एगओवंकाए सेढीए उववज्जमाणेदुसमझ् एणं विग्गहेण उववज्जेज्जा, दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,सेतेणटेणा एवं पज्जत्तएसुविबायरतेउकाइएसु। सेसंजहा रयणप्पभाए।