________________
પપર
છ OS
શતક-૩૪ : શ્રેણી શતક
અવાંતર શતક-૧ : ઉદ્દેશક-૧
શ્રી ભગવતી સૂત્ર–૫
ROR IOS
એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિઃ
१ इविहाणं भंते ! एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा एगिंदिया पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव वणस्सइकाइया । एवं एते चउक्कएणं भेएणं भाणियव्वा जाव वणस्सइकाइया |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, આ રીતે પૂર્વોક્ત(સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત) ચાર ભેદ વનસ્પતિકાયિક પર્યંત જાણવું.
२ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरच्छिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते ! कइसमएणं विग्गहेणंउववज्जेज्जा ? गोया ! एसइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાન્તમાં મારણાંતિક સમુદ્દાત કરીને, રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
३ सेकेणद्वेणं भंते ! एवं कुच्चइ - एगसमइएण वा दुसमइएण वा जाव उववज्जेज्जा ? एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ, तं जहा - उज्जुआयता सेढी, एगओवंका, दुहओवंका, एगओखहा, दुहओखहा, चक्कवाला, अद्धचक्कवाला । उज्जुआयताए सेढीए उववज्जमाणे एगसमइएणं विग्गहेणं उववज्जेज्जा । एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं विग्गहेणं उववज्जेज्जा । दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गणं उववज्जेज्जा। से तेणट्टेणं गोयमा ! जाव उववज्जेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તેનું શું કારણ છે કે તે એક સમય, બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે, યથા– (૧) ઋજુ આયતા, (૨) એકતોવક્રા, (૩) ઉભયતોવક્રા, (૪) એકતઃ ખા, (૫) ઉભયતઃ ખા, (૬) ચક્રવાલ અને (૭) અર્ધચક્રવાલ. જે પૃથ્વીકાયિક જીવ ઋજુ આયતા શ્રેણીથી અર્થાત્ ઋજુગતિથી ઉત્પન્ન થાય છે, તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જે એકતો વક્રા શ્રેણી અર્થાત્ એક વળાંકવાળી ગતિથી ઉત્પન્ન થાય, તે બે સમયની વિગ્રહગતિથી