________________
શતક-૩૪
૫૫૧ |
જીવની ગમનશ્રેણી અનુસાર તેનો વિગ્રહગતિનો સમય નિશ્ચિત થાય છે. જો તે સમશ્રેણીથી જ જાય તો એક સમય, એકતો વક્રા શ્રેણીથી જાય તો બે સમય, દ્વિ વક્રા શ્રેણીથી જાય તો ત્રણ સમય થાય, આ રીતે શ્રેણી પ્રમાણે સમય લાગે છે. જીવને પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમતમાં જતાં એક, બે અથવા ત્રણ સમય. આ જ રીતે પૂર્વથી પૂર્વમાં જતાં એક, બે અથવા ત્રણ સમય. પૂર્વથી ઉત્તર અથવા દક્ષિણમાં બે અથવા ત્રણ સમય લાગે છે. મનુષ્યલોકથી રત્નપ્રભાપૃથ્વીના ચરમતમાં જતા કે આવતા જીવને એક, બે અથવા ત્રણ સમય લાગે છે. મનુષ્યલોકથી શર્કરા પ્રભા આદિ પૃથ્વીના ચરમતમાં જતા કે આવતા જીવને બે અથવા ત્રણ સમય લાગે છે. મનુષ્ય લોકથી ઉપર, નીચે અથવા તિરછાવિદિશામાં(વિષમશ્રેણીમાં) જતા જીવને બે,ત્રણ અથવા ચાર સમય લાગે છે અને દિશામાં(સમશ્રેણીમાં) જતાં એક,બે,ત્રણ સમય લાગે છે. ત્રસનાડીથી ત્રસનાડીમાં જતા જીવને એક, બે, ત્રણ સમય લાગે છે, સ્થાવરનાડીથી ત્રસનાડીમાં અથવા સ્થાવરનાડીથી સ્થાવરનાડીમાં જતાં, એક, બે, ત્રણ સમય લાગે છે તથા વિષમ શ્રેણીમાં, વિદિશામાં અથવા ઉપર, નીચે, તિરછા જતાં બે, ત્રણ અથવા બે, ત્રણ, ચાર સમય અથવા ત્રણ કે ચાર સમય લાગે છે. જીવને લોકમાં સ્થાવરનાડી, ત્રસનાડી આદિ ગમે તે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનું હોય, તોપણ તે જીવ ચાર સમયમાં પહોંચી જાય છે. આ રીતે જીવના ઉત્પત્તિસ્થાન અનુસાર તેની ગતિ અને તેના કાલમાનમાં વિવિધતા હોય છે. આયુષ્ય અને ઉત્પત્તિની તુલ્યતા અને વિભિન્નતાના આધારે તેના ચાર ભંગ તથા તેના ચાર પ્રકારના કર્મબંધનું સૂત્રકારે વર્ણન કર્યું છે. અનન્તરોત્પન્નક, અનન્તરાવગાઢ, અનન્તરાહારક, અનન્તર પર્યાપ્તક, આ ચારે ઉદ્દેશકનું વર્ણન પણ પૂર્વવત્ છે પરંતુ તેમાં જીવના ભેદ ૧૦ છે. સાત કર્મનો બંધ થાય છે, બે સમુદ્યાત હોય છે, આયુષ્ય અને ઉત્પત્તિની ચૌભંગીમાંથી પ્રથમ બે ભંગ જ હોય છે. પરંપરાત્પન્નક આદિ શેષ છ ઉદ્દેશક પ્રથમ ઉદ્દેશકની સમાન છે.