________________
[ ૫૫૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
|
શતક-૩૪
|
૨O૧૨છે. પરિચય DRDROR
આ શતકનું નામ શ્રેણી શતક છે. તેમાં જીવને ગમન યોગ્ય આકાશપ્રદેશની પંક્તિ રૂ૫ શ્રેણીનું કથન છે. તે શ્રેણીના આધારે એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના વિવિધ વિકલ્પો અને તેના કાલમાનનું વિસ્તૃત વર્ણન આ શતકમાં છે. વિષયની પ્રધાનતાએ “શ્રેણી શતક' તે સાર્થક નામ છે. આ શતકમાં ૧૨ અવાંતર શતક છે અને એક-એક શતકના ૧૧-૧૧ ઉદ્દેશક છે. (૧) અવાંતર શતક-૧. એકેન્દ્રિય શ્રેણી શતક. તેના ૧૧ ઉદ્દેશક-(૧) ઔધિક એકેન્દ્રિય શ્રેણી (૨) અનંતરોત્પન્નક એકેન્દ્રિય શ્રેણી (૩) પરંપરાત્પન્નક એકેન્દ્રિય શ્રેણી (૪) અનંતરાવગાઢ એકેન્દ્રિય શ્રેણી (૫) પરંપરાવગાઢ એકેન્દ્રિય શ્રેણી (૬) અનંતરાહારક એકેન્દ્રિય શ્રેણી (૭) પરંપરાહારક એકેન્દ્રિય શ્રેણી (૮) અનંતર પર્યાપ્ત એકેન્દ્રિય શ્રેણી (૯) પરંપર પર્યાપ્ત એકેન્દ્રિય શ્રેણી (૧૦) ચરમ એકેન્દ્રિય શ્રેણી (૧૧) અચરમ એકેન્દ્રિય શ્રેણી. (૨) અવતર શતક–૨. કૃષ્ણલેશી એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૩) અવાંતર શતક-૩. નીલેશ એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૪) અવાંતર શતક-૪, કાપોતલેશી એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૫) અવાંતર શતક–૫. ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. () અવાંતર શતક- કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૭) અવાંતર શતક-૭. નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૮) અવાંતર શતક-૮, કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના ૧૧ ઉદ્દેશક છે. (૯) અવાંતર શતક-૯. અભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. (૧૦) અવાંતર શતક-૧૦. કૃષ્ણલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. (૧૧) અવાંતર શતક-૧૧. નીલલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. (૧૨) અવાંતર શતક-૧૨, કાપોતલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય શ્રેણી શતકના નવ ઉદ્દેશક છે. અભવી જીવોમાં ચરમ અને અચરમના ભેદ હોતા નથી. તેથી અભવી એકેન્દ્રિય શતકમાં અંતિમ બે ઉદ્દેશક નથી. આ શતકમાં, એકેન્દ્રિય જીવોની એકેન્દ્રિયોમાં ઉત્પત્તિ થાય, તે અપેક્ષાએ વિગ્રહ ગતિનું કથન કર્યું છે. જીવોની ગતિ, આકાશપ્રદેશની પંકિત રૂપ શ્રેણીના આધારે થાય છે. તે શ્રેણીઓના સાત પ્રકાર છે. જીવનું ઉત્પત્તિસ્થાન જ્યાં હોય તેને અનુકુળ શ્રેણીથી ગમન કરીને જીવ ઉત્પત્તિસ્થાનમાં એક, બે, ત્રણ કે ચાર સમયમાં પહોંચી જાય છે. એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. તેમજ તે લોકના એક ચરમાંથી બીજા ચરમતમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી વિવિધ સ્થાનની અપેક્ષાએ તેના વિવિધ વિકલ્પો થઈ શકે છે.