________________
શતક-૩૩: અવાંતર શતક-૧
[ ૫૪૧] १५ अणंतरोववण्णगबायरपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा!अट्ठकम्मप्पगडीओपण्णत्ताओ,तंजहा- णाणावरणिज्जंजावअंतराइयां एवं जाव अणंतरो- ववण्णगबायरवणस्सइकाइयाणं ति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. આ રીતે અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. १६ अणंतरोववण्णगसुहमपुढविकाइयाणं भंते! कइ कम्मप्पगडीओ बंधति? गोयमा! आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ बंधति । एवं जावअणंतरोववण्णग बायरवणस्सइ
ત્તિા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મ પ્રવૃતિઓ બાંધે છે, આ રીતે યાવત અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. १७ अणंतरोववण्णगसुहमपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ वेदेति? गोयमा ! चउद्दस कम्मप्पगडीओ वेदेति,तंजहा- णाणावरणिज्ज,तहेव जावपुरिसवेयवझं। एवं जावअणंतरोववण्णगबायरवणस्सइकाइयत्ति । सेव भते !सेवं भते ! ॥ ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક સૂક્ષ્મ પૃથવીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ચૌદ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે, યથા– જ્ઞાનાવરણીય યાવન પુરુષવેદ– વધ્ય. આ રીતે યાવત્ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે || ઉદ્દેશક-૨TI વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદનું કથન કરીને તેમાં કર્મની સત્તા, બંધ અને વેદનનું પ્રતિપાદન છે. અનંતરોત્પન્નક એકેન્દ્રિયોના ભેદ – તેના મુખ્ય ભેદ પાંચ છે. પૃથ્વીકાયિક યાવતુ વનસ્પતિકાયિક. તેના સૂક્ષ્મ અને બાદર એવા બે-બે ભેદ છે. તેથી પ૪૨=૧૦ ભેદ થાય છે. અનંતરોત્પન્નક(ઉત્પત્તિના પ્રથમ સમયે) જીવો અપર્યાપ્તા જ હોય છે. તેથી તેના પર્યાપ્તા કે અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ થતા નથી. અનંતરોત્પન્નક એકેન્દ્રિયોને કર્મસત્તા – અનાદિકાલથી કર્મોની પરંપરા ભવ-ભવાંતરથી જીવની સાથે જ હોય છે. તેથી ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે જીવોને આઠ કર્મોની સત્તા હોય છે. અનતરોત્પન્નક એકેન્દ્રિયોને કર્મબધઃ-તે જીવો આયુષ્યને છોડીને શેષ સાત કર્મોનો બંધ કરે છે. ઉત્પત્તિના પ્રથમ સમયે કોઈ પણ જીવ આયુષ્યનો બંધ કરતા નથી. અનંતરોત્પન્નક એકેન્દ્રિયો ચૌદ પ્રકૃતિનું વેદન કરે છે.
( શતક-૩૩/૧/ર સંપૂર્ણ .