________________
| ૫૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય છે. સૂત્રકારે તેને શ્રોતેન્દ્રિય અવરોધક આદિ ચાર પ્રકૃતિ કહી છે. તેમજ એકેન્દ્રિયોમાં નપુંસકવેદ જ હોય છે. સ્ત્રી કે પુરુષવેદજન્ય કર્મનું આવરણ હોવાથી સ્ત્રીવેદ કે પુરુષવેદના અવરોધક કર્મ(પ્રકૃતિ)નું વેદન કરે છે.
આ રીતે એકેન્દ્રિય જીવો આઠ કર્મચાર ઇન્દ્રિય અવરોધક+સ્ત્રીવેદ અવરોધક+પુરુષવેદ અવરોધક = ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે.
શ્રોતેન્દ્રિય અવરોધક આદિજ્ઞાનાવરણીય કર્મની જ ઉત્તર પ્રકૃતિ છે. તેમ છતાં સૂત્રકારે તેનું પૃથક્ કથન કરીને સૂચિત કર્યું છે કે એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિય અને નપુંસકવેદ જ હોય છે. સર્વ પ્રકારના એકેન્દ્રિય જીવો, આ ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે. સોવિજ્ઞ:- શ્રોતેન્દ્રિય વધ્ય- શ્રોતેન્દ્રિયનું હનન કરવા યોગ્ય કર્મ અર્થાત્ શ્રોતેન્દ્રિયનું આવરણ કરનાર કર્મ.જે કર્મ પ્રકૃતિના ઉદયથી શ્રોતેન્દ્રિયની પ્રાપ્તિમાં અવરોધ થાય તે કર્મને શ્રોતેન્દ્રિયવધ્ય-અવરોધક કર્મ કહે છે. આ રીતે ચક્ષુરિન્દ્રિયવધ્ય આદિ જાણવું. સ્થિવેચવજ્ઞ સ્ત્રીવેદવધ્યઃ-જે કર્મના ઉદયથી સ્ત્રીવેદની પ્રાપ્તિ ન થાય તેને સ્ત્રીવેદવધ્ય કર્મ કહે છે. તે જ રીતે પુરુષવેદવધ્ય-અવરોધક કર્મ પણ જાણવું.
(ા શતક-૩૩/૧/૧ સંપૂર્ણ )
અવાન્તર શતક-૧: ઉદ્દેશક-ર અનંતરોત્પન્નક એકેન્દ્રિય - | १२ कइविहाणंभंते!अणंतरोववण्णगाएगिंदिया पण्णत्ता?गोयमा!पंचविहाअणंतरोववण्णगा एगिदिया पण्णत्ता,तंजहा- पुढविकाइया जाववणस्सइकाइया। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અનંતરોત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ અનંતરોપપન્નક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. | १३ अणंतरोववण्णगाणंभते! पुढविकाइयाकइविहापण्णत्ता?गोयमा!दुविहापण्णत्ता,तं जहा-सुहम्पुढविकाइयाय,बायरपुढविकाइयाय । एवंदुपएणं भेएणं जाववणस्सइकाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા–સુક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદરપૃથ્વીકાયિક. આ રીતે બે ભેદથી યાવતુ વનસ્પતિકાયિક પર્યત જાણવા. १४ अणंतरोववण्णगसुहमपुढविकाइयाणंभंते !कइकम्मप्पगडीओपण्णत्ताओ?गोयमा! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ,तंजहा- णाणावरणिज्ज जावअंतराइयं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક સુક્ષ્મ પીકાયિક જીવોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા- જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય.