________________
શતક-૩૩: અવાંતર શતક-૧
| | પ૩૯ ]
|१० पज्जत्तसुहुमपुढविकाइया णं भंते ! कइ कम्मप्पगडीओ बंधति ? गोयमा ! एवं
चेव । एवं सव्वे जावपज्जत्तबायरवणस्सइकाइयाणं भते !कइ कम्मप्पगडीओ बधति? गोयमा ! एवं चेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તરહે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે સર્વ એકેન્દ્રિય જીવોના વિષયમાં બંધનું કથન કરવું જોઈએ. યાવતુ. પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. |११ अपज्जत्तसुहुमपुढविकाइयाणंभंते !कइ कम्मप्पगडीओ वेदेति? गोयमा !चोद्दस कम्मप्पगडीओवेत,तंजहा-णाणावरणिज्जजावअंतराइय,सोइदियवज्झ,चक्खिदियवज्झ, घाणिदियव, जिभिदियवज्झं, इत्थिवेयवज्झं, पुरिसवेयवज्झं। एवं चउक्कएणं भेएणं जावपज्जत्तबायरवणस्सइकाया णं भंते !कइ कम्मप्पगडीओ वेदेति? गोयमा ! एवं चेव चोद्दस कम्मप्पगडीओ वेदेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ:- વજું - વધ્ય, વર્ય, અવરોધક, આવરક. ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે ચૌદ કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. યથા- (૧થી ૮) જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય, (૯) શ્રોતેન્દ્રિય અવરોધક–શ્રોતેંદ્રિયાવરણ, (૧૦) ચક્ષુરિન્દ્રિય અવરોધક–ચક્ષુરિન્દ્રિયાવરણ, (૧૧) ધ્રાણેન્દ્રિય અવરોધક ધ્રાણેન્દ્રિયાવરણ, (૧૨) જિહેન્દ્રિય અવરોધક–જિહા ઇન્દ્રિય આવરણ, (૧૩) સ્ત્રીવેદ અવરોધક–સ્ત્રીવેદાવરણ, (૧૪) પુરુષવેદ અવરોધક–પુરુષવેદાવરણ. આ રીતે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તના ચાર ભેદ પૂર્વક કથન કરવું યાવતુ-પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II ઉદ્દેશક–૧ી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોમાં કર્મ સત્તા, કર્મબંધ, કર્મવેદન સંબંધી વિચારણા છે. કર્મ સત્તા ઃ- જીવ અધ્યાત્મ વિકાસ કરીને ક્ષપકશ્રેણિ પર આરુઢ થઈને મોહનીય કર્મનો નાશ ન કરે
ત્યાં સુધી તેને આઠ કર્મની સત્તા હોય છે. એકેન્દ્રિય જીવોને પ્રથમ ગુણસ્થાન હોય છે. તેની ચેતના અલ્પ વિકસિત હોવા છતાં તેને આઠ કર્મોની સત્તા હોય છે. કર્મ બંધ – એકથી નવ ગુણસ્થાનમાં ત્રીજું ગુણસ્થાન છોડીને પ્રત્યેક ગુણસ્થાનના જીવો સમયે-સમયે સાત કે આઠ કર્મોનો બંધ કરે છે. એકેન્દ્રિય જીવો પણ આયુષ્યનો બંધ કરે ત્યારે આઠ કર્મોનો બંધ કરે અને તે સિવાયના સમયમાં સાત કર્મોનો બંધ કરે છે. કર્મવેદન - દશ ગુણસ્થાન સુધીના જીવો આઠ કર્મનું વેદન કરે છે. એકેન્દ્રિય જીવો પણ આઠ કર્મનું વેદન કરે છે. તે ઉપરાંત એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. શેષ શ્રોતેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયનું આવરણ