________________
| પ૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બાદર જીવ – બાદર નામ કર્મના ઉદયે જે જીવોનું શરીર કંઈક ધૂલ હોય; જે જીવો, અગ્નિ, પાણી આદિ શસ્ત્રો દ્વારા નાશ પામતા હોય; તે બાદર કહેવાય છે. તે જીવોના શરીરને ચક્ષુ દ્વારા જોઈ શકાય અથવા ન જોઈ શકાય છે. તેની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે, તે લોકના દેશ વિભાગમાં જ હોય છે. પર્યાપ્તા:- ઉત્પત્તિસ્થાનમાં પહોંચીને અંતર્મુહૂર્તમાં સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરે, તેને પર્યાપ્તા કહે છે. એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિ હોય છે, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. અપર્યાપ્તા:- ઉત્પત્તિસ્થાનમાં પહોંચીને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે જીવને અપર્યાપ્ત કહે છે. એકેન્દ્રિય જીવોની કર્મપ્રકૃતિ, બંધ અને વેદના :| ५ अपज्जत्तसुहमपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओपण्णत्ताओ,तंजहा- णाणावरणिज्जं जावअंतराइय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે. યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. |६ पज्जत्तसुहमपुढविकाइयाणं भते !कइ कम्मप्पगडीओपण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ,तं जहा- णाणावरणिज्ज जावअंतराइय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ હોય છે, યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. | ७ अपज्जत्तबायरपुढविकाइयाणं भंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. | ८ पज्जत्ताबायरपुढविकाइयाणं भंते!कइ कम्मप्पगडीओपण्णत्ताओ? गोयमा ! एवं चेव । एवं एएणं कमेण जावबायरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે આ જ ક્રમથી યાવતુ પર્યાપ્ત બાદર વનસ્પતિ પર્યત જાણવું. | ९ अपज्जत्तसुहुमपुढविकाइयाणं भंते ! कइ कम्मप्पगडीओ बंधति ? गोयमा ! सत्तविहबंधगा वि,अट्ठविहबंधगा वि । सत्त बंधमाणा आउयवज्जाओसत्तकम्मप्पगडीओ बंधति, अट्ठ बंधमाणा पडिपुण्णाओ अट्ठकम्मप्पगडीओ बंधति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર-હે ગૌતમ! સાત અથવા આઠ કર્મ બાંધે છે. સાત કર્મ બાંધે તો આયુષ્ય કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. આઠ કર્મને બાંધે, તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે.