SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭૩: અવાંતર શતક-૧ _ [ ૫૩૭] શતક-૩૩ : એકેન્દ્રિય શતક અવાનર શતક એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ :| १ कइविहाणं भंते ! एगिंदिया पण्णत्ता? गोयमा ! पंचविहा एगिदिया पण्णत्ता,तं जहा-पुढविकाइया जाववणस्सइकाइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. २ पुढविकाइया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तंजहासुहमपुढविकाइया य, बायरपुढविकाइया य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. ३ सुहमपुढविकाइया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्ता सुहमपुढविकाइया य, अपज्जत्ता सुहुमपुढविकाइया य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક. | ४ बायरपुढविकाइया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! एवं चेव । एवं आउकाइया विचउक्कएणं भेएणं भाणियव्वा । एवं जाववणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! બાદર પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ બે ભેદ છે. આ રીતે અપ્લાયિક જીવોના પણ ચાર ભેદ છે. આ રીતે વનસ્પતિકાયિક પર્યત જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદ કહ્યા છે. એકેન્દ્રિય જીવોના મુખ્ય પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, તે પાંચના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. તેથી પ૪૨=૧0 ભેદ થાય છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ થાય છે, તેથી ૧૦૪૨=૨૦ ભેદ થાય છે. સૂથમ જીવો - સૂક્ષ્મ નામકર્મના ઉદયે જે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય, જે જીવો અગ્નિ, પાણી, વાયુ આદિ કોઈ પણ શસ્ત્રોથી મૃત્યુ પામતા ન હોય, તેને સૂક્ષ્મ જીવ કહે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે. ચક્ષુ દ્વારા તેનું શરીર જોઈ શકાતું નથી. તે જીવો આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય જ હોય છે.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy