________________
૫૩૬
શ્રી ભગવતી સૂત્ર-૫
]
| શતક-૩૩ ROROજળ પરિચય
આ શતકનું નામ એકેન્દ્રિય શતક છે. તેના બાર અવાન્તર શતક છે અને એક-એક અવાજોર શતકના ૧૧ ઉદ્દેશક છે. સમુચ્ચય એકેન્દ્રિય, કુષ્ણલેશી એકેન્દ્રિય, નીલલેશી એકેન્દ્રિય, કાપોતલેશી એકેન્દ્રિય આ રીતે ચાર શતક થાય છે. તે જ રીતે ભવી અને અભવી એકેન્દ્રિયોના ચાર-ચાર શતક છે. તેમ કુલ ૧૨ અવાન્તર શતક થાય છે. ૧૨ અવાન્તર શતકમાંથી દરેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો પૂર્વશતકોની સમાન છે. તેથી બાર શતકના ૧૦×૧૧ = ૧૩ર ઉદ્દેશક થાય, પરંતુ અભવી જીવોના ચાર અવાંતર શતકમાં ચરમ અને અચરમ, આ બે ઉદ્દેશક નથી; તેથી ૪ શતકx૨ ઉદ્દેશક = આઠ ઉદ્દેશક ઓછા થાય છે. ૧૩ર – ૮ = ૧૨૪ ઉદ્દેશક થાય છે. પ્રસ્તુત શતકમાં એકેન્દ્રિય જીવોના ૨૦ ભેદ છે. તે પ્રત્યેક જીવને આઠ કર્મની સત્તા, સાત કે આઠ કર્મનોબંધ, અનંતરોત્પન્નક જીવોને સાત કર્મોનો બંધ અને અપેક્ષાએ ૮ કર્મ ચાર ઇન્દ્રિયનું આવરણ; સ્ત્રીવેદ, પુરુષવેદનો અવરોધ; આ ૧૪ કર્મપ્રકૃતિનું વદન હોય છે. એકેન્દ્રિય શતકના માધ્યમથી સૂત્રકારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ચૈતન્યની સિદ્ધિ કરી છે. પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોમાં અલ્પવિકસિત ચેતના હોવા છતાં પણ તેમાં ક્રોધાદિ કષાયો, આહારાદિ દશ સંજ્ઞાઓ, ૧૮ પાપસ્થાનનું સેવન હોય છે. તે જીવોમાં આત્મપરિણામો અને તે અનુસાર થતો કર્મબંધ, બંધાનુસાર કર્મફળભોગ, સુખ દુઃખ વેદન ઇત્યાદિ તત્ત્વો વિદ્યમાન
હોય છે.
આ રીતે એકેન્દ્રિય શતકમાં વિવિધ દૃષ્ટિકોણથી એકેન્દ્રિય જીવોનું જ સાંગોપાંગ નિરૂપણ છે.