________________
શતક-૩૨: ઉદ્દેશક-૧ થી ૨૮
[ ૫૩૫]
भणिया तहेव उव्वट्टणासए वि अट्ठावीसं उद्देसगा भाणियव्वा णिरवसेसा । णवरंउव्वदृति त्ति अभिलावो भाणियव्वो, सेसंतं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! કૃષ્ણલેશી લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ત્યાંથી નીકળીને તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- આ જ ક્રમથી ઉપપાત શતકના ૨૮ ઉદ્દેશકની સમાન, ઉદ્વર્તના શતકના પણ ૨૮ ઉદ્દેશક જાણવા જોઈએ, વિશેષતા એ છે કે “ઉત્પન્ન થાય છે’ના સ્થાને “ઉદ્વર્તન પામે છે” કહેવું જોઈએ. શેષ પૂર્વવત્ છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે | II ઉદ્દેશક-૨ થી ૨૮ | વિવેચન :
પ્રસ્તુત શતકમાં કૃતયુગ્મ આદિ રાશિના માધ્યમથી નારકોના ઉદ્વર્તનનું (મરણનું) કથન છે. ઉદ્વર્તન :- નૈરયિકો મરીને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અને સંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય બે સ્થળે જ જાય છે. પ્રથમ છ નરકના નૈરયિકો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચમાં જાય અને સાતમી નરકના નૈરયિકો સંજ્ઞી તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. પરિમાણ:-કૃતયુગ્મ નૈરયિકોનું ઉદ્વર્તન કૃતયુગ્મ સંખ્યામાં જ થાય. તે જ રીતે વ્યોજ નૈરયિકોનું ઉદ્વર્તન વ્યોજ સંખ્યામાં, દ્વાપરયુગ્મ નૈરયિકોનું ઉદ્વર્તન દ્વાપરયુગ્મ સંખ્યામાં અને કલ્યોજ નૈરયિકોનું ઉદ્વર્તન કલ્યોજ સંખ્યામાં થાય છે. ઉત્પત્તિની જેમ કુદતા પુરુષના દષ્ટાંતે તે નૈરયિક પોતાનું પૂર્વસ્થાન છોડીને ઉત્પત્તિસ્થાનમાં શીઘ્રગતિથી પહોંચી જાય છે. તેનું ઉદ્વર્તન આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી થાય છે.
આ રીતે પ્રત્યેક સ્થાનમાં ઉદ્વર્તન સમજી લેવું. શતક-૩૧, ૩રમાં નરકની અપેક્ષાએ કથન કર્યું છે. તે જ રીતે શેષ દંડકની ઉત્પત્તિ અને ઉદ્વર્તના સમજી લેવા જોઈએ.
શતક-૩૨/૧-૨૮ સંપૂર્ણ છે
I શતક-૩ર સંપૂર્ણ છે ||