________________
*
ROORD
★
શતક ૩૨
*
*
*
*
★
શતક-૩ર
પરિચય
આ શતકનું નામ ‘ઉર્તના શતક’ છે. તેના પણ ૨૮ ઉદ્દેશક છે.
ઉર્તન એટલે મરણ અથવા શરીરમાંથી આત્મપ્રદેશોનું નીકળવું.
સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓ આયુષ્ય પૂર્ણ થતાં એક શરીરને છોડીને અન્ય શરીરને ધારણ કરે, ત્યારે કયા-કયા જીવો, કઈ ગતિમાં, કેટલી સંખ્યામાં ઉર્તન કરે છે ઇત્યાદિ વિષયનું વર્ણન આ શતકમાં લઘુ યુગ્મ આદિ ચાર રાશિના પરિમાણથી કર્યું છે.
૫૩૩
ORROR
ઉદ્દેશક-૧થી ૪માં સમુચ્ચય નૈરયિકો અને કૃષ્ણ, નીલ, કાપોતલેશી નૈયિકોના ઉદ્દવર્તન સંબંધી વર્ણન છે.
ઉદ્દેશક—૫થી ૮માં ભવસિદ્ધિક સમુચ્ચય નૈરયિકો અને ભવસિદ્ઘિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશી નૈરિયકોના ઉર્તન સંબંધી વર્ણન છે.
ઉદ્દેશક-૯ થી ૧૨માં અભવસિદ્ધિક નૈરયિકો સંબંધી વર્ણન છે..
ઉદ્દેશક–૧૩ થી ૧૬માં સમ્યગ્દષ્ટ નૈયિકો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક–૧૭ થી ૨૦માં મિથ્યાદષ્ટિ નૈરયિકો સંબંધી વર્ણન છે.
ઉદ્દેશક–૨૧ થી ૨૪માં કૃષ્ણપાક્ષિક નૈરયિકો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક–૨૫ થી ૨૮માં શુક્લપાક્ષિક નૈરયિકો સંબંધી વર્ણન છે.
܀܀܀