________________
શ્રી ભગવતી સૂત્ર-૫
५ मिच्छादिट्ठीहिं वि चत्तारि उद्देसगा कायव्वा जहा भवसिद्धियाणं । ભાવાર્થ :- ભવસિદ્ધિકની સમાન મિથ્યાદષ્ટિના પણ ચાર ઉદ્દેશક છે. । ઉદ્દેશક-૧૭થી ૨૦
६ एवं कण्हपक्खिएहिं वि लेस्सासंजुत्तेहिं चत्तारि उद्देसगा कायव्वा जहेव भवसिद्धिएहिं । ભાવાર્થ :- આ રીતે કૃષ્ણપાક્ષિકના લેશ્યા સહિત ચાર ઉદ્દેશક પણ ભસિદ્ધિકની સમાન છે. II ઉદ્દેશક–૨૧થી ૨૪ ॥
૫૩૨
७ सुक्कपक्खिहिं एवं चेव चत्तारि उद्देसगा भाणियव्वा । जाववालुयप्पभापुढविकाउलेस्स-सुक्कपक्खिय-खुड्डागकलिओग-णेरइया णं भंते! कओ उववज्जति ? गोयमा ! तहेव जाव णो परप्पओगेणं उववज्जति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ सव्वे वि एए अट्ठावीसं उद्देगा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ રીતે શુક્લપાક્ષિકના પણ લેશ્યા સહિત ચાર ઉદ્દેશકો છે યાવત્ હે ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વીના કાપોતલેશી શુક્લપાક્ષિક લઘુ કલ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું યાવત્ તે પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. II ઉદ્દેશક–૨૫થી ૨૮ ॥ ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II આ સર્વ મળીને ૨૮ ઉદ્દેશક છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉદ્દેશક–૭ થી ૨૮નું સંક્ષિપ્ત કથન છે. ઉદ્દેશક–૭માં નીલલેશી ભવસિદ્ધિક નૈરયિક, ઉદ્દેશક–૮માં કાપોતલેશી ભવસિદ્ધિક નૈરયિક સંબંધી કથન છે.
ત્યારપછી અભવસિદ્ઘિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક નૈરયિકોના ક્રમશઃ ચાર-ચાર ઉદ્દેશક છે. સમ્યગ્દષ્ટિ જીવો સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી તેથી સાતમી નરકના ઉપપાતમાં સભ્યષ્ટિનું કથન ન કરવું. શેષ અભવસિદ્ધિક, મિથ્યાદષ્ટિ આદિ ભાવો સાતે ય નરકમાં હોય છે. તેથી તેનું કથન પૂર્વવત્ જાણવું.
|| શતક-૩૧/ ૦ થી ૨૮ સંપૂર્ણ ॥
|| શતક-૩૧ સંપૂર્ણ