________________
શતક—૩૧ : ઉદ્દેશક-૭ થી ૨૮
૫૩૧
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! લઘુકૃતયુગ્મ પ્રમાણ કૃષ્ણલેશી ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક કૃષ્ણલેશી ઉદ્દેશક અનુસાર ચારે ય યુગ્મનું કથન કરવું જોઈએ યાવત્ પ્રશ્ન− હે ભગવન્ ! અધઃસપ્તમ પૃથ્વીના કૃષ્ણલેશી લઘુકલ્યોજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી ભવસિદ્ધિક નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુકૃતયુગ્મ આદિ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક કૃષ્ણલેશી નારકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. પાંચમી, છઠ્ઠી, સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. તેની ઉત્પત્તિ બીજા ઉદ્દેશકમાં કથિત કૃષ્ણલેશી નૈયિકોની સમાન છે. અહીં ભવસિદ્ધિકના કથનની વિશેષતા છે.
|| શતક-૩૧/૬ સંપૂર્ણ
શતક-૩૧ : ઉદ્દેશક-૭ થી ૨૮
લઘુયુગ્મ નીલલેશી આદિ નૈરયિકોની ઉત્પત્તિ ઃ
१ णीललेस्स भवसिद्धिया चउसुवि जुम्मेसुतहेव भाणियव्वा जहा ओहिए पील સદ્ ।
ભાવાર્થ :- નીલલેશી ભવસિદ્ધિક નૈરયિકોના ચારે ય યુગ્મનું કથન ઔઘિક નીલલેશી ઉદ્દેશક અનુસાર જાણવું. ॥ ઉદ્દેશક-૭
२ काउलेस्सा भवसिद्धिया चउसु वि जुम्मेसु तहेव उववाएयव्वा जहेव ओहिए काउलेस्सउद्देसए ।
ભાવાર્થ:- કાપોતલેશી ભવસિદ્ધિક નૈરયિકોના ચારે ય યુગ્મનું કથન ઔઘિક કાપોતલેશી ઉદ્દેશક અનુસાર જાણવું. ॥ ઉદ્દેશક−૮ ॥
३ जहा भवसिद्धिएहिं चत्तारि उद्देगा भणिया एवं अभवसिद्धिएहिं वि चत्तारि उद्देसगा भाणियव्वा जाव काउलेस्सउद्देसओ त्ति ।
ભાવાર્થ :- જે રીતે ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશક કહ્યા છે, તે જ રીતે અભવસિદ્ધિકના પણ ચાર ઉદ્દેશક જાણવા યાવત્ કાપોતલેશી ઉદ્દેશક પર્યંત કથન કરવું. ॥ ઉદ્દેશક–૯થી ૧૨ I
४ एवं सम्मदिट्ठीहिं वि लेस्सासंजुत्तेहिं चत्तारि उद्देसगा कायव्वा, णवरं - सम्मदिट्ठी पढमबिइएसु दोसु वि उद्देसएस अहेसत्तमापुढवीए ण उववाएयव्वो, सेसं तं चेव । ભાવાર્થ :- આ રીતે સમ્યગ્દષ્ટિના પણ લેશ્યા સહિત ચાર ઉદ્દેશક છે, પહેલા અને બીજા ઉદ્દેશકમાં અધઃ સપ્તમ નરક પૃથ્વીમાં સમ્યગ્દષ્ટિનો ઉપપાત ન કહેવો જોઈએ, શેષ પૂર્વવત્ છે. II ઉદ્દેશક૧૩ થી ૧૬ ।।