________________
શતક–૩૧: ઉદ્દેશક-૪
| પ૨૯ |
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુકતયુગ્મ આદિ રાશિ પ્રમાણ નીલલેશી નૈરયિકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. ત્રીજી, ચોથી અને પાંચમી નરકમાં નીલલેશ્યા હોય છે. તેથી અહીં પણ સામાન્ય કથન અને ત્રણ નરક વિષયક કથન આ રીતે કુલ ચાર સૂત્રાલાપક થાય છે. તેની ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર અને પરિમાણ આદિ પૂર્વ ઉદ્દેશક અનુસાર છે.
|| શતક-૩૧/૩ સંપૂર્ણ .
| શતક-૩૧ : ઉદ્દેશક-૪ લઘુયુગ્મ કાપોતલેશી નૈરયિકોની ઉત્પત્તિ - | १ काउलेस्सखुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !जहेव कण्हलेस्सखुड्डागकडजुम्मणेरइया,णवरं- उववाओजोरयणप्पभाए, सेसंतंचेव । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ કાપોતલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! લઘુકતયુમ કૃષ્ણલેશી નૈરયિકોની સમાન જાણવું. તેનો ઉપપાત રત્નપ્રભા પૃથ્વી અનુસાર જાણવો. શેષ પૂર્વવત્ છે.
२ रयणप्पभापुढक्किाउलेस्सखुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !एवं चेव । एवंसक्करप्पभाए वि, एवंवालुयप्पभाए वि। एवंचउसुविजुम्मेसु, णवरं- परिमाणंजाणियव्वं, जहा कण्हलेस्सउद्देसए, सेसंतंचेव ॥ सेवं भंते !सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ રત્નપ્રભા પૃથ્વીના કાપોતલેશી નરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ રીતે શર્કરા પ્રભામાં અને વાલુકાપ્રભામાં ચાર યુગ્મોનું નિરૂપણ કરવું જોઈએ. તેની સંખ્યા કૃષ્ણલેશ્યા ઉદ્દેશક અનુસાર જાણવી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે // વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં લઘુકતયુગ્મ આદિ રાશિ પ્રમાણ કાપોતલેશી નૈરયિકોની ઉત્પત્તિ સંબંધી કથન છે. પહેલી, બીજી અને ત્રીજી નરકમાં કાપોતલેશ્યા હોય છે તેથી તેમાં પણ કુલ ચાર સૂત્રાલાપક છે. જેમાં ઉત્પત્તિ શ્રી પ્રજ્ઞાપના સૂત્રોનુસાર અને શેષ પરિમાણ આદિનું કથન પૂર્વ ઉદ્દેશકની સમાન છે. સામાન્ય આલાપકમાં રત્નપ્રભાની સમાન ઉપપાત જાણવો જોઈએ.
Rા શતક-૩૧/૪ સંપૂર્ણ છે