________________
શતક—૩૧ : ઉદ્દેશક-૨
આ રીતે લઘુ જ્યોજ નૈરયિકોની ઉત્પત્તિ જ્યોજ રાશિમાં, દ્વાપરયુગ્મ નારકોની ઉત્પત્તિ દ્વાપરયુગ્મ રાશિમાં, કલ્યોજ નૈરયિકોની ઉત્પત્તિ કલ્યોજ રાશિમાં થાય છે.
૫૨૭
તે સર્વ નૈયિકો પોતાના પૂર્વસ્થાનને છોડીને અધ્યવસાય રૂપ કરણથી અન્ય ભવમાં(નરકમાં) ઉત્પન્ન થાય છે. તે નૈરયિકો પોતાના આત્મ પરિણામ અને યોગની પ્રવૃત્તિથી પરભવનું આયુષ્ય બાંધે છે. તેના આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થવાથી તેની પરભવમાં શીઘ્ર ગતિ થાય છે. તેની ગતિ આત્મ ઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી જ થાય છે. પરૠદ્ધિ આદિથી જીવની ગતિ થતી નથી.
|| શતક-૩૧/૧ સંપૂર્ણ ॥
શતક-૩૧ : ઉદ્દેશક-ર
લઘુયુગ્મ કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિ ઃ
१ कण्हलेस्स- खुड्डाग-कडजुम्मणेरइया णं भंते ! कओ उववज्जंति, पुच्छा ? गोयमा ! एवं चेव जहा ओहियगमो जाव णो परप्पओगेणं उववज्जंति, णवरं- उववाओ वक्कंतीए धूमप्पभापुढविणेरइयाणं, सेसं तं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લઘુકૃતયુગ્મ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! ઔઘિક ગમક અનુસાર યાવત્ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. અહીં પણ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર જાણવું. અહીં ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોનો ઉપપાત કહેવો જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું.
२ धूमप्पभापुढवि कहलेस्स खुड्डाग कडजुम्म णेरइया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! एवं चेव णिरवसेसं । एवं तमाए वि, अहेसत्तमाए वि, णवरं - उववाओ सव्वत्थ जावक्कती ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લઘુ કૃતયુગ્મ રાશિ પ્રમાણ ધૂમપ્રભા પૃથ્વીના કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું અર્થાત્ ઉત્પત્તિ, પરિમાણ, આત્મકૃત પરિણામ આદિ વર્ણન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. આ રીતે તમઃપ્રભા અને અધઃ સપ્તમ પૃથ્વીનું વર્ણન પણ જાણવું. સર્વ સ્થાનોમાં ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર જાણવી.
३ कण्हलेस्स-खुड्डाग-तेओगणेरइया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! एवं चेव, णवरं - तिण्णि वा सत्त वा एक्कारस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । सेसं तं चेव । एवं जाव अहेसत्तमाए वि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! લઘુ જ્યોજ રાશિ પ્રમાણ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું પરંતુ તે ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ છે. આ રીતે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યંત જાણવું.
४ कण्हलेस्स-खुड्डाग-दावरजुम्मणेरइया णं भंते! कओ उववज्जंति? गोयमा ! एवं