________________
[ પરદ]
શ્રી ભગવતી સૂત્ર-૫
નિરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદ અનુસાર ઉપપાત જાણવો જોઈએ.
७ तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! तिण्णि वा सत्त वा एक्कारसवा पण्णरस वासखेज्जा वा असखेज्जावा उववज्जति । सेसंजहाकडजुम्मस्स, एवं जावअहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ સંપૂર્ણ કથન લઘુ કૃતયુગ્મ નૈરયિકોની સમાન યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું.
८ खुड्डागदावरजुम्मणेरइया णंभंते !कओ उववजंति,पुच्छा? गोयमा ! एवं जहेव खुड्डागकडजुम्मे,णवर-परिमाणदोवा छ वादसवाचोदसवासखेज्जावाअसखेज्जा वा उववति । सेसंतंचेव जाव अहेसत्तमाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લઘુ દ્વાપરયુગ્મ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! લઘુ કૃતયુગ્મ રાશિ અનુસાર જાણવું. પરિમાણ– બે, છ, દશ, ચૌદ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ યાવત્ અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું.
९ खुड्डागकलियोगणेरइया णं भंते !कओ उववज्जति, पुच्छा? गोयमा ! एवं जहेव खुड्डागकडजुम्मे,णवर-परिमाणंएक्कोवा पंचवाणववातेरस वासंखेज्जावा असंखेज्जा वा उववज्जति । सेसतचेव । एवं जावअहेसत्तमाए । सेव भते ! सेव भते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લઘુ કલ્યોજ રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! લઘુકૃતયુગ્મ રાશિ અનુસાર જાણવું. પરિમાણ– એક, પાંચ, નવ, તેર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વતવું ભાવતું અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં લઘુ કૃતયુમ આદિ નૈરયિકોની ઉત્પત્તિ વિષયક નિરૂપણ છે. ઉત્પત્તિ(આગત) સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદમાં છે. તેને અહીં લઘુ કૃતયુગ્મ સંખ્યા સાથે સંબંધિત કરીને વર્ણન કર્યું છે. ઉત્પત્તિ :- લઘુ કતયુગ્મ નૈરયિકોની ઉત્પત્તિ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાંથી જ થાય છે. નરયિકો, દેવો, એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય આદિતિર્યંચો મરીને નરકગતિમાં જતા નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર ત્રીજી નરક સુધી, સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, જલચર સ્ત્રી અને મનુષ્ય સ્ત્રી છઠ્ઠી નરક સુધી; જલચર પુરુષ તથા મનુષ્ય સાત નરક સુધી જઈ શકે છે. પરિમાણ :- લઘુ કૃતયુગ્મ નારકો એક સમયમાં જઘન્ય ચાર, આઠ, બાર, સોળ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે.