________________
૫૨૪
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-૩૧ : ઉપપાત શતક
ઉદ્દેશક-૧
લઘુયુગ્મના પ્રકાર:| १ रायगिहे जावएवं वयासी-कइणं भंते !खुड्डा जुम्मा पण्णत्ता? गोयमा !चत्तारि खुड्डाजुम्मा पण्णत्ता । तंजहा- कडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलिओए । सेकेणटेणं भते ! एवं वुच्चइ-चत्तारि खुडाजुम्मा पण्णत्ता,तं जहा- कडजुम्मे जावकलिओए? गोयमा !जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणेचउपज्जवसिए सेतंखुड्डागकङ जुम्मे । जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए सेतंखुड्डागतेओगे। जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए सेतंखुड्डागदावरजुम्मे । जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए सेतंखुड्डागकलिओगे। से तेणटेणंगोयमा ! जावकलिओगे। શબ્દાર્થ -રઘુગુમ્મા = ક્ષુલ્લકયુગ્મ, લઘુયુગ્મ અવહાર = અપહાર કરતાં, બાદ કરતાં. ભાવાર્થઃ- પ્રશ્ન – રાજગૃહનગરમાં ગૌતમ સ્વામીએ યાવતુ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! લઘુયુગ્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! લઘુયુગ્મના ચાર પ્રકાર છે, યથા-કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કૃતયુગ્મ થાવત કલ્યોજ, લઘુયુગ્મના આ ચાર પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર (બાદ) કરતાં અંતે ચાર શેષ રહે(અથવા નિઃશેષ થાય અંતે શૂન્ય રહે) તેને લઘુતયુગ્મ કહે છે, જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતા અંતે ત્રણ શેષ રહે, તેને લઘુત્યોજ કહે છે. જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે બે શેષ રહે, તેને લઘુ દ્વાપરયુગ્મ કહે છે, જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે, તેને લઘુ કલ્યોજ કહે છે. તેથી તે ગૌતમ ! તેના કલ્યોજ સુધીના ચાર પ્રકાર છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રકારના લઘુયુમનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. શતક–૧૮૪ અને શતક–૨૫/૪માં ચાર પ્રકારના યુગ્મનું કથન છે. પ્રસ્તુત પ્રસંગમાં તેને જ લઘુયુગ્મ, નાની રાશિ રૂ૫ યુગ્મ કહ્યું છે, યથાચાર, આઠ, બાર વગેરે. શતક-૪૦માં ચાર પ્રકારના મહાયુગ્મનું કથન છે. તેની અપેક્ષાએ લઘુયુમ નાની રાશિરૂપ હોવાથી પ્રસ્તુતમાં તેનું ‘લઘુયુગ્મ રાશિ” રૂપે વર્ણન છે. લઘુ યુગ્મ આદિ નૈરયિકોની ઉત્પતિઃ| २ खुड्डागकडजुम्मणेरइया णं भंते !कओ उववज्जति-किंणेरइएहिंतो उववज्जति,