________________
શતક-૩૧.
[ પર૩]
| શતક-૩૧ | 80808છ પરિચય
આ શતકનું નામ “ઉપપાત શતક' છે. તેના ૨૮ ઉદ્દેશક છે. ઉપપાત એટલે ઉત્પત્તિ અથવા જન્મ. આ શતકમાં સંસારમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓ કઈ-કઈ ગતિમાંથી આવીને જન્મ ધારણ કરે છે, એક સમયે, એક સ્થાનમાં, એક સાથે કેટલા જીવોની અને કઈ રીતે ઉત્પત્તિ થાય છે ઇત્યાદિ વિષયનું વર્ણન લઘુયુમ આદિ ચાર રાશિના પરિમાણથી કર્યું છે. ઉદ્દેશક-૧માં સમુચ્ચય નૈરયિકોની ઉત્પત્તિનું કથન ચાર પ્રકારની લઘુયુગ્મ રાશિના માધ્યમથી કર્યું છે. ઉદ્દેશક–૨ થી ૨૮માં વિવિધ વિશેષણોથી વિશેષિત નૈરયિકોની ઉત્પત્તિનું કથન ચાર પ્રકારની લઘુયુગ્મ રાશિના માધ્યમથી કર્યું છે, યથાઉદ્દેશક-૨માં પાંચમી, છટ્ટી અને સાતમી નરકના કૃષ્ણલેશી નૈરયિકોની ઉત્પત્તિનું કથન છે. ઉદ્દેશક–૩માં ત્રીજી, ચોથી, પાંચમી નરકના નીલલેશી નૈરયિકોની ઉત્પત્તિનું કથન છે. ઉદ્દેશક-૪માં પહેલી અને બીજી નરકના કાપોતલેશી નૈરયિકોની ઉત્પત્તિનું કથન છે. ઉદ્દેશક ૫ થી ૮માં ભવસિદ્ધિક નૈરયિકો, ભવસિદ્ધિક કૃષ્ણલેશી નૈરયિકો, ભવસિદ્ધિક નીલલેશી નારકો, ભવસિદ્ધિક કાપોતલેશી નૈરયિકોનું ક્રમશઃ વર્ણન છે. ઉદ્દેશક ૯ થી ૧રમાં અભવસિદ્ધિક નૈરયિકો, અભવસિદ્ધક કૃષ્ણલેશી, અભવસિદ્ધિક નીલેશી, અભવસિદ્ધિક કાપોતલેશી નૈરયિકોનું ક્રમશઃ વર્ણન છે. ઉદ્દેશક–૧૩ થી ૧૬માં સમ્યગુદષ્ટિ નૈરયિકોનું ક્રમશઃ વર્ણન છે. સમ્યગુદષ્ટિ જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થતા નથી, તેથી સમ્યગુર્દષ્ટિમાં સાતમી નરકનું કથન નથી. ઉદ્દેશક-૧૭ થી ૨૦માં મિથ્યાષ્ટિ નૈરયિકોનું કથન ક્રમશઃ છે. ઉદ્દેશક ૨૧ થી ૨૪માં કૃષ્ણપાક્ષિક નૈરયિકોનું કથન ક્રમશઃ છે. ઉદ્દેશક ૨૫ થી ૨૮માં શુક્લપાક્ષિક નૈરયિકોનું વર્ણન ક્રમશઃ છે.