________________
પરર |
શ્રી ભગવતી સત્ર-૫
પરંપરાત્પન્નક કહેવાય છે. તેની સંપૂર્ણ વક્તવ્યતા ઔધિક ઉદ્દેશક અનુસાર છે. ત્રણ દંડકઃ- સૂત્રકારે ૨૪ દંડકના જીવોને પ્રાપ્ત થતા ૪૭ બોલમાં (૧) ક્રિયાવાદી આદિ ચાર સમવસરણની વક્તવ્યતા (૨) આયુષ્ય બંધ સંબંધી નિરૂપણ અને (૩) ભવ-અભવીત્વનું નિરૂપણ, આ ત્રણ વિષયના કથનને ત્રણ દંડક(ત્રણ આલાપક રૂપે) કહ્યા છે. અનન્તરાવગાઢ આદિ શેષ આઠમાં સમવસરણ:| २ एवं एएणंकमेणंजच्चेव बंधिसए उद्देसगाणंपरिवाडीसच्चेव इह पि जावअचरिमो उद्देसो,णवरं- अणंतरा चत्तारि विएक्कगमगा, परंपरा चत्तारि विएक्कगमएणी एवंचरिमा वि। अचरिमा वि एवं चेव, णवरं- अलेस्सी, केवली, अजोगीण भण्णइ, सेसंतहेव ॥ સેવ મને ! સેવ મત ! I ભાવાર્થ - આ રીતે અને આ જ ક્રમથી બંધી શતકમાં ઉદ્દેશકોનો જે ક્રમ છે, તે પ્રમાણે વાવતુ અચરમ ઉદ્દેશક પર્યત કહેવું જોઈએ, “અનંતર’ શબ્દથી વિશેષિત ચાર ઉદ્દેશકો એક સમાન છે, “પરંપર’ શબ્દથી વિશેષિત ચાર ઉદ્દેશકો એક સમાન છે. આ જ રીતે “ચરમ’ અને ‘અચરમ” ઉદ્દેશકોના વિષયમાં પણ સમજવું જોઈએ. પરંતુ અચરમ ઉદ્દેશકમાં અલેશી, કેવળી અને અયોગીનું કથન ન કરવું. શેષ કથન પૂર્વવત્ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે III ઉદ્દેશક-૪થી ૧૧ // વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક-૪ થી ૧૧નું સંક્ષિપ્ત કથન છે. અનંતરોત્પન્નક, અનંતરાહારક, અનંતરાવગાઢ, અનંતરપર્યાપ્ત, તે ચાર ઉદ્દેશકનું કથન એક સમાન છે અને પરંપરાત્પન્નક, પરંપરાહારક, પરંપરાવગાઢ, પરંપર પર્યાપ્ત, ચરમ, અચરમ, તે છ ઉદ્દેશકનું કથન ઔધિક જીવોની સમાન છે પરંતુ અચરમ જીવોમાં અલેશી, કેવળી કે અયોગીનો બોલ નથી, તેથી ત્યાં તેનું કથન ન કરવું જોઈએ.
છે શતક-૩૦/૩ થી ૧૧ સંપૂર્ણ .
| શતક-૩૦ સપૂર્ણ |