________________
શતક-૩૦: ઉદ્દેશક-૩ થી ૧૧
[ પર૧ |
पक्खिया, सम्मामिच्छदिट्ठीया एए सव्वे भवसिद्धिया, णो अभवसिद्धिया, सेसा सव्वे भवसिद्धिया वि, अभवसिद्धिया वि ॥ सेवं भते !सेवं भते ! ॥ ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સલેશી અનંતરોત્પન્નક ક્રિયાવાદી નૈરયિક, શું ભવસિદ્ધિક છે કે અભવ સિદ્ધિક છે? ઉત્તર- હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. આ રીતે ઔધિક ઉદ્દેશકમાં નૈરયિકની વક્તવ્યતા છે, તે જ રીતે અહીં પણ જાણવું યાવતુ અનાકારોપયુક્ત અને વૈમાનિક પર્યત જેને જે બોલ હોય તે પ્રમાણે જાણવું જોઈએ. સંક્ષેપમાં ક્રિયાવાદી, શુક્લપાક્ષિક અને સમ્યમિથ્યાદષ્ટિ, તે સર્વ ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. શેષ સર્વ ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનંતરોત્પન્નક જીવોમાં ભવી-અભવીત્વનું પ્રતિપાદન છે.
ભવીત્વ અને અભવીત્વ જીવનો પારિણામિક ભાવ છે, તે જીવની કોઈ પણ પરિસ્થિતિમાં જીવની સાથે જ હોય છે. તેથી ભવી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પણ ભવી જ હોય છે અને અભવી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પણ અભવી જ રહે છે.
લેશ્યાદિ ૧૧દ્વારના ૪૭ બોલમાંથી અલેશી, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અકષાયી, અવેદી, મનયોગી, વચનયોગી, અયોગી આ દશ બોલ અનંતરોત્પન્નક જીવને હોતા નથી. શેષ ૩૭ બોલમાંથી જે દંડકમાં જે બોલ પ્રાપ્ત થતા હોય તેમાં સમવસરણના આધારે ભવ-અભવીત્વનું કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
ને શતક-૩૦/ર સંપૂર્ણ છે.
શતક-૩૦: ઉદ્દેશક-૩ થી ૧૧ પરંપરાત્પન્નક જીવોમાં સમવસરણ:| १ परंपरोववण्णगाणं भंते! णेरइया किरियावाई,पुच्छा? गोयमा! जहेव ओहिओ उद्देसओ तहेव परंपरोववण्णएसु वि णेरइयाईओ तहेव णिरवसेसं भाणियव्वं, तहेव तियदंडगसंगहिओ । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક નૈરયિકો, શું ક્રિયાવાદી છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! ઔધિક ઉદ્દેશક અનુસાર પરંપરાત્પન્નક નૈરયિકોનું કથન છે. તે જ રીતે વૈમાનિકો પર્યત સમગ્ર ઉદ્દેશક પણ તે જ પ્રમાણે, ત્રણ દંડક સહિત જાણવા જોઈએ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે / ઉદ્દેશક-૩ // વિવેચન :
જે જીવોની ઉત્પત્તિને એક સમયથી વધુ સમય થયા હોય અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમય પછી તે