________________
પર૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
एवं अकिरियावाई वि अण्णाणियवाई वि वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી અનંતરોત્પન્નક નૈરયિકો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધતા નથી. આ રીતે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. |४ सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववण्णगाणेरइया किंणेरइयाउयंपकरेंति, पुच्छा? गोयमा !णोणेरइयाउयपकरेति जावणो देवाउयंपकरेति । एवं जाववेमाणिया। एवंसवट्ठाणेसुविअणंतरोववण्णगाणेरड्याण किंचिविआउयंपकति जावअणागारोवउत्ते त्ति । एवं जाववेमाणिया, णवरं-जंजस्स अत्थितंतस्स भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્! અનંતરોત્પન્નક ક્રિયાવાદી મલેશી નૈરયિકો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ!નૈરયિકા, યાવત દેવાયુ વગેરે કોઈ પણ આયુષ્ય બાંધતા નથી, આ રીતે વૈમાનિક પર્યત જાણવું. આ રીતે અનાકારોપયોગ પર્વતના સર્વ સ્થાનોમાં અનંતરોત્પન્નકનૈરયિકો એક પણ આયુષ્ય બાંધતા નથી. આ રીતે વૈમાનિક પર્વતના જે સ્થાનમાં જે બોલ પ્રાપ્ત થતા હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અનંતરોત્પન્નક જીવોમાં આયુષ્યબંધનું કથન કર્યું છે. કોઈ પણ જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પરભવનું આયુષ્ય બાંધતા નથી. વર્તમાન ભવના આયુષ્યના બે તૃતીયાંશ ભાગ વ્યતીત થયા પછી જ જીવ આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તેથી ૨૪ દંડકમાં અનંતરોત્પન્નક જીવો આયુષ્ય બંધ કરતા નથી. અનંતરોત્પન્નક જીવોમાં ભવી-અભવી :| ५ किरियावाईणं भंते! अणंतरोववण्णगाणेरइया किं भवसिद्धिया, अभवसिद्धिया? गोयमा! भवसिद्धिया,णो अभवसिद्धिया। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! ક્રિયાવાદી અનંતરોત્પન્નકનૈરયિકો શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક? ઉત્તર- હે ગૌતમ! અભવસિદ્ધિક નથી, ભવસિદ્ધિક છે. |६ अकिरियावाई णं भंते! पुच्छा? गोयमा! भवसिद्धिया वि, अभवसिद्धिया वि। एवं अण्णाणियवाई वि वेणडयवाई वि। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અક્રિયાવાદી અનંતરોત્પન્નક નૈરયિકો, શું ભવસિદ્ધિક છે કે અભવ સિદ્ધિક? ઉત્તર- હે ગૌતમ! તે ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. | ७ सलेस्साणंभते! किरियावाईअणंतरोववण्णगाणेरड्या किंभवसिद्धिया,अभवसिद्धिया? गोयमा!भवसिद्धिया,णोअभवसिद्धिया। एवंएएणंअभिलावेणंजहेब ओहिए उसएणेरइयाणं वत्तव्वया भणियातहेव इह विभाणियव्वा जावअणागारोवउत्त त्ति । एवं जाववेमाणियाण, णवरं-जंजस्स अत्थितंतस्स भाणियव्वं । इमसे लक्खणं-जे किरियावाई,सुक्क