________________
| ૫૧૦
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ક્રિયાવાદી કૃષ્ણલેશી પંચેન્દ્રિય તિર્યંચો; નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચારમાંથી કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચો, ચારે ય પ્રકારનું આયુષ્ય બાંધે છે. જે રીતે કૃષ્ણલેશી પંચેન્દ્રિય તિર્યંચોનું કથન કર્યું. તે જ રીતે નીલલેશી અને કાપોતલેશી પંચેન્દ્રિય તિર્યંચોનું કથન કરવું જોઈએ. તેજોલેશી ક્રિયાવાદીનો બંધ સલેશીની સમાન છે પરંતુ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી તેજોલેશી તિર્યંચ પંચેન્દ્રિય જીવો, નૈરયિકનું આયુષ્ય બાંધતા નથી પરંતુ દેવ, તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. આ રીતે પદ્મલેશી અને શુક્લલેશી પણ જાણવા જોઈએ.
કૃષ્ણપાક્ષિક પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ સમવસરણમાં ચાર પ્રકારનું આયુષ્ય બાંધે છે. શુક્લપાક્ષિકનું કથન સલેશીની સમાન છે. સમ્યગુષ્ટિ જીવો, મનઃ પર્યવજ્ઞાનીની જેમ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. મિથ્યાદષ્ટિ જીવો કૃષ્ણપાક્ષિકની સમાન છે.મિશ્રદષ્ટિ નારકોની જેમ મિશ્રદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચો એક પણ
આયુષ્ય બાંધતા નથી. જ્ઞાની પાવતુ અવધિજ્ઞાનીનો આયુષ્ય બંધ સમ્યગુદષ્ટિની સમાન છે. અજ્ઞાની યાવતું વિર્ભાગજ્ઞાનીનું કથન કૃષ્ણપાક્ષિકની સમાન છે. શેષ સર્વ અનાકારોપયુક્ત પર્યત સલેશીની સમાન છે.
મનુષ્યોનું સંપૂર્ણ કથન પંચેન્દ્રિય તિર્યંચોની સમાન છે. પરંતુ મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુક્ત જીવોનું કથન સમ્યગ્દષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિયની સમાન છે. અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી અને અયોગી, આ પાંચ બોલ યુક્ત મનુષ્યો કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. તેનું કથન ઔધિક જીવોની સમાન છે. મનુષ્યમાં પ્રાપ્ત થતાં શેષ બોલોનું કથન તિર્યંચ પંચેન્દ્રિયની સમાન છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન અસુરકુમારની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં ચાર સમવસરણની અપેક્ષાએ આયુષ્ય બંધનું નિરૂપણ છે. નૈરયિક:- ક્રિયાવાદી નૈરિયક જીવો મનુષ્યનું આયુષ્ય બાંધે છે. કારણ કે નારકી ભવ-સ્વભાવથી જ નારક કે દેવનું આયુષ્ય બાંધતા નથી અને તે ક્રિયાવાદી હોવાથી તિર્યંચનું આયુષ્ય પણ બાંધતા નથી. તેથી એક માત્ર મનુષ્યનું આયુષ્ય બાંધે છે; શેષ ત્રણ સમવસરણમાં સ્થિત નૈરયિકો સર્વ સ્થાનોમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. મિશ્રદષ્ટિ નૈરયિકો સ્વભાવથી જ કોઈ પણ પ્રકારના આયુષ્યનો બંધ કરતા નથી. આ રીતે નારકોમાં જે જે બોલ પ્રાપ્ત થાય તેમાં યથાયોગ્ય આયુષ્ય બંધ સમજી લેવો. ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક દેવો - સામાન્ય રીતે સર્વ દેવો મનુષ્ય અને તિર્યંચાયુનો બંધ કરે છે. તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તેથી તે દેવો એકેન્દ્રિય તિર્યંચાયુનો બંધ પણ કરે છે.
ક્રિયાવાદી દેવો, મનુષ્યનું અને શેષ ત્રણ સમવસરણમાં સ્થિત દેવો મનુષ્યનું અને એકેન્દ્રિય અથવા પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય બાંધે છે. દેવો વિકસેન્દ્રિયનું આયુષ્ય બાંધતા નથી. મિશ્રદષ્ટિ દેવો કોઈપણ આયુષ્ય બંધ કરતા નથી. પૃથ્વી, પાણી, વનસ્પતિઃ- તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી બે સમવસરણ જ હોય છે. તે જીવો સર્વ સ્થાનોમાં મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પરંતુ તેજોલેશી પૃથ્વીકાયિક આદિ આયુષ્ય બંધ કરતા નથી. કારણ કે તે જીવોને અપર્યાપ્ત અવસ્થામાં જ તેજલેશ્યા હોય છે અને તે જીવોના આયુષ્યનો બંધ