________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
[ ૫૧૧]
પર્યાપ્ત થયા પછી જ થાય છે. તેઉકાય, વાયુકાય:- તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી બે સમવસરણ હોય છે. તે જીવો સર્વ સ્થાનમાં એક તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ત્રણ વિકસેન્દ્રિય :- તેમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી બે સમવસરણ હોય છે. તે જીવો યથાયોગ્ય સર્વસ્થાનોમાં મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પરંતુ તે જીવ સમ્યકત્વ અને જ્ઞાન અવસ્થામાં આયુષ્ય બંધ કરતા નથી. વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમ્યકત્વ હોય છે ત્યારે તે જીવોને આયુષ્યનો બંધ થતો નથી. તિર્યંચ પંચેન્દ્રિય - ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો એક વૈમાનિક દેવગતિનું આયુષ્ય બાંધે છે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી પંચેન્દ્રિય તિર્યંચો ચારે પ્રકારનું આયુષ્ય બાંધે છે. ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાના પરિણામમાં કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી, કારણ કે ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચો જો આયુષ્યનો બંધ કરે, તો વૈમાનિક દેવાયુષ્યનો જ બંધ કરે છે પરંતુ વૈમાનિક દેવોમાં કૃષ્ણાદિ અશુભલેશ્યા નથી. ક્રિયાવાદી તિર્યંચ પંચેન્દ્રિયો તેજોલેશ્યા આદિ શુભ પરિણામમાં જ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે. શેષ ત્રણ સમવસરણમાં સ્થિત તિર્યંચ પંચેન્દ્રિય ત્રણ અશુભ લેશ્યામાં ચારે ગતિનું અને ત્રણ શુભલેશ્યામાં નરકગતિને છોડીને શેષ ત્રણ ગતિના આયુષ્યનો બંધ કરે છે. તે ઉપરાંત યથાયોગ્ય બોલોમાં ચાર પ્રકારનું આયુષ્ય બાંધે છે. મનુષ્યઃ- ક્રિયાવાદી મનુષ્યો પણ તિર્યંચ પંચેન્દ્રિયની જેમ ત્રણ અશુભ લેગ્યામાં આયુષ્ય બંધ કરતા નથી અને ત્રણ શુભ લેશ્યામાં વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. મનુષ્ય જ્યારે શેષ ત્રણ સમવસરણમાં સ્થિત હોય ત્યારે તિર્યંચ પંચેન્દ્રિયની સમાન ત્રણ શુભ લેશ્યામાં નરક સિવાય ત્રણ ગતિના આયુષ્યનો જ બંધ કરે છે અને અશુભ લેશ્યામાં ચારે ય ગતિના આયુષ્યનો બંધ કરે છે. અલેશી, કેવલજ્ઞાની, અવેદી, અકષાયી અને અયોગી આ પાંચ બોલમાં મનુષ્યો કોઈ પણ પ્રકારનું આયુષ્ય બાંધતા નથી. શેષ બોલમાં ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. મિશ્રદષ્ટિમાં આયુષ્યનો બંધ થતો નથી. ૨૪ દંડકના ૪૭ બોલમાં સમવસરણ અને આયુષ્ય બંધ:દંડક બોલ ૪૭ બોલમાંથી પ્રાપ્ત થતા બોલ | સમવસરણ | આયુષ્ય બંધ
કિયાવાદી | શેષ ત્રણ | ૩૫ સમુચ્ચય નૈરયિક, સલેશી, કૃષ્ણ, નીલ,
મનુષ્ય | મનુષ્ય કે નૈરયિકો કાપોત લેશી, શુક્લપાક્ષિક, આહારાદિ ચાર
તિર્યંચ સંજ્ઞોપયુક્ત, સવેદી, નપુંસકવેદી, સકષાયી,
પંચેન્દ્રિય ચાર કષાયી, સયોગી, ત્રણ યોગ, બે ઉપયોગ આ ત્રેવીસ બોલમાં સમુચ્ચય અજ્ઞાન, ત્રણ અજ્ઞાન, કૃષ્ણપાક્ષિક | અંતિમ-૩
મનુષ્ય કે તિર્યંચ મિથ્યાષ્ટિ, આ છ બોલમાં
પંચેન્દ્રિય મિશ્રદષ્ટિના એક બોલમાં
અંતિમ-૨ |. અબંધ સમ્યગૃષ્ટિ, સમુચ્ચયજ્ઞાન, ત્રણ જ્ઞાન આ પાંચ બોલમાં
ક્રિયાવાદી
મનુષ્ય