________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
૫૦૫ |
सलेस्सा । अजोगी जहा अलेस्सा । सागारोवउत्ता य अणागारोवउत्ता यजहा सलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે દેવનું આયુષ્ય બાંધે છે, તો શું ભવનપતિ દેવ યાવતુ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! મન:પર્યવજ્ઞાની ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. કેવળજ્ઞાનીનું કથન અલેશી જીવોની સમાન છે. અજ્ઞાની યાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકની સમાન છે. આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત જીવો, સલેશીની સમાન છે. નોસંજ્ઞોપયુક્ત જીવો મન:પર્યવજ્ઞાનીની સમાન છે. સવેદી ભાવતું નંપુસકવેદી સલેશીની સમાન છે. અવેદી, અલેશીની સમાન છે. સકષાયી યાવતુ લોભકષાયી જીવો, સલેશીની સમાન છે. અકષાયી, અલેશીની સમાન છે. સયોગી યાવતુકાયયોગી, સલેશીની સમાન છે. અયોગી, અલેશીની સમાન છે. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવો, સલેશીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવોમાં વેશ્યાદિ ૧૧ દ્વારના માધ્યમે ચારે ય સમવસરણમાં આયુષ્ય બંધનું નિરૂપણ કર્યું છે. આયુષ્યનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને સાત ગુણસ્થાન સુધી થાય છે. આઠમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો આયુષ્યનો બંધ કરતા નથી અને સાત ગુણસ્થાન સુધીના જીવો જીવનમાં એક જ વાર આયુષ્યનો બંધ કરે છે. કિયાવાદીમાં આયુષ્યબંધઃ- તે જીવો સમકિતી હોય છે. તેમાં જો ક્રિયાવાદી મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયો આયુષ્યનો બંધ કરે તો વૈમાનિક જાતિના દેવાયુષ્યનો બંધ કરે છે અને જો ક્રિયાવાદી નારકો અને દેવો આયુષ્યનો બંધ કરે તો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યાયુષ્યનો બંધ કરે છે. અકિયાવાદી આદિત્રણ સમવસરણમાં આયુષ્યબંધ - તે જીવો મિથ્યાત્વી હોય છે. તે જીવો આયુષ્યનો બંધ કરે તો ચાર ગતિમાંથી કોઈપણ ગતિના આયુષ્યનો બંધ કરે છે. લેયા દ્વાર :- સલેશી ક્રિયાવાદી જીવો મનુષ્યાય તથા વૈમાનિક દેવાયુષ્યનો બંધ કરે છે. તેમાં ક્રિયાવાદી નારકો અને દેવો મનુષ્યનું આયુષ્ય બાંધે છે અને ક્રિયાવાદી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વૈમાનિક જાતિના દેવાયુષ્યનો બંધ કરે છે. શેષ ત્રણ સમવસરણમાં ચારે ય ગતિના જીવો હોય છે અને તે જીવો ચારે ગતિના આયુષ્યનો બંધ કરે છે.
કષણ, નીલ, કાપોતલેથી જીવોક્રિયાવાદી હોય તો એક મનુષ્યાનો જ બંધ કરે છે. તે કથન નારક દેવોની અપેક્ષાએ છે. કૃષ્ણ, નીલ કે કાપોતલેશી ક્રિયાવાદી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો તે વેશ્યાના પરિણામમાં આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે ક્રિયાવાદી સમકિતી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જો આયુષ્યનો બંધ કરે તો અવશ્ય વૈમાનિક જાતિના દેવાયુનો જ બંધ કરે છે અને વૈમાનિકોમાં તે ત્રણ અશુભ લેશ્યા ન હોવાથી તે અશુભ લેશ્યામાં મનુષ્યો અને તિર્યંચોને આયુષ્યનો બંધ થઈ શકતો નથી. શેષ ત્રણ સમવસરણવાળા જીવો ચારે ય ગતિના આયુષ્યનો બંધ કરે છે.
તેજો, પા અને શુક્લલશી જીવો ક્રિયાવાદી હોય તો મનુષ્યાય અને વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. તેમાં દેવો મનુષ્યાયનો બંધ કરે છે અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયો, વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. નારકોમાં ત્રણ શુભલેશ્યા નથી. તેથી શેષ ત્રણ સમવસરણવાળા નરકગતિસિવાયની ત્રણ ગતિના આયુષ્યનો