________________
૫૦૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
બંધ કરે છે. અલેશી જીવોમાં ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો જ હોય છે. તે માત્ર ક્રિયાવાદી જ હોય છે. તે કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી કારણ કે તે મોક્ષગામી હોય છે. પક્ષ દ્વારઃ- કૃષ્ણપાક્ષિક જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. શુક્લપાક્ષિક જીવો ક્રિયાવાદી સમવસરણમાં મનુષ્યાયુનો અને વૈમાનિક દેવાયુનો બંધ કરે છે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર ગતિના આયુષ્યનો બંધ કરે છે. દષ્ટિ દ્વાર :- સમગુદષ્ટિ જીવોમાં એક માત્ર ક્રિયાવાદી સમવસરણ હોય છે. તે જીવો મનુષ્ય અને દેવાયુષ્યનો બંધ કરે છે. મિથ્યાદષ્ટિ જીવો ક્રિયાવાદી નથી, તેમાં અંતિમ ત્રણ સમવસરણ છે અને તે ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. મિશ્રદષ્ટિમાં અજ્ઞાનવાદી અને વિનયવાદી બે સમવસરણ જ હોય છે. તે જીવો કોઈ પણ આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે મિશ્રષ્ટિમાં આયુષ્ય બંધ યોગ્ય આત્મ પરિણામો હોતા નથી. જ્ઞાન દ્વારઃ- સમુચ્ચય જ્ઞાન અને પાંચ જ્ઞાન તે છએ બોલમાં એક ક્રિયાવાદી સમવસરણ જ હોય છે. તેમાં સમુચ્ચયજ્ઞાની, મતિ, શ્રત અને અવધિજ્ઞાની ચારે ય ગતિના જીવો હોવાથી તે મનુષ્યાયુષ્યનો અને દેવાયુષ્યનો બંધ કરે છે. મન:પર્યવજ્ઞાની મનુષ્ય જ હોવાથી તે માત્ર વૈમાનિક જાતિના દેવાયુનો બંધ કરે છે. કેવળજ્ઞાની તભવ મોક્ષગામી હોવાથી આયુષ્યનો બંધ કરતા નથી. અજ્ઞાન દ્વાર :- સમુચ્ચય અજ્ઞાન અને ત્રણ અજ્ઞાન તે ચાર બોલમાં ત્રણ સમવસરણ હોય છે. તેમાં ક્રિયાવાદી સમવસરણ નથી. તે ત્રણ સમવસરણવાળા જીવો ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. સંશા તાર:- આહારાદિ ચાર સંશોપયુક્ત જીવો ચાર ગતિમાં હોય છે. તે જીવોમાં ચારે ય સમવસરણ હોય છે. તેમાં ક્રિયાવાદી જીવો મનુષ્યાય અને વૈમાનિક જાતિના દેવાયુનો બંધ કરે છે અને શેષ ત્રણ સમવસરણવાળા ચાર પ્રકારના આયુષ્યનો બંધ કરી શકે છે. નોસંશોપયુક્ત જીવોમાં એક ક્રિયાવાદી સમવસરણ છે, તે જીવો આયુષ્ય બંધ કરે તો વૈમાનિક દેવાયુષ્યનો બંધ કરે છે. વેદ દ્વારઃ- સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુસકવેદી તે ચાર બોલમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે અને તેમાં ક્રિયાવાદી સમવસરણવાળા જીવો બે પ્રકારના આયુષ્યનો બંધ કરે છે અને શેષ ત્રણ સમવસરણવાળા ચારે ય પ્રકારના આયુષ્યનો બંધ કરે છે. અવેદી અવસ્થા નવમાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય તેથી તે જીવો કોઈ આયુષ્યનો બંધ કરતા નથી. કષાય દ્વાર - સકષાયી અને ચાર કષાયી જીવોમાં ચાર સમવસરણ હોય છે. તેમાંથી ક્રિયાવાદી સમવસરણમાં બે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ હોય છે. અકષાયી અવસ્થા અગિયારમાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. તે જીવો અવેદીની સમાન આયુષ્ય બંધ કરતા નથી. યોગ દ્વાર :- સયોગી, મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવોમાં ચાર સમવસરણ હોય છે. તેમાં ક્રિયાવાદી સમવસરણમાં બે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ હોય છે. અયોગી જીવો તદ્ભવ મોક્ષગામી હોવાથી આયુષ્યનો બંધ કરતા નથી. ઉપયોગદ્વાર:- સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવોમાં ચાર સમવસરણ હોય છે તેમાંથી ક્રિયાવાદી સમવસરણમાં બે અને શેષ ત્રણ સમવસરણમાં ચાર પ્રકારના આયુષ્યનો બંધ હોય છે.