________________
| ૫૦૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિનયવાદ સંજ્ઞી જીવોમાં હોય છે. પૃથ્વીકાય આદિ અસંજ્ઞી છે, તેથી તેમાં વિનયવાદ અને ક્રિયાવાદ નથી. ત્રણ વિકસેન્દ્રિયમાં પણ સર્વ બોલોમાં તે જ બે સમવસરણ હોય છે. બેઇન્દ્રિયાદિ જીવોના અપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યકત્વનો સદ્ભાવ હોય છે. તે અલ્પકાલીન છે અને મિથ્યાત્વાભિમુખ હોવાથી તેની ગણના ક્રિયાવાદીમાં થતી નથી અને સંજ્ઞીપણાના અભાવમાં તે જીવો વિનયવાદી પણ નથી. માટે તેના સમ્યક્ત અને જ્ઞાનમાં પણ તે જ બે સમવસરણ છે. પંચેન્દ્રિયતિર્યંચો અને મનુષ્યોઃ-પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે. તેને જે-જે બોલ પ્રાપ્ત થાય છે તેમાં ઔધિક જીવોની સમાન યથાયોગ્ય એક, બે, ત્રણ કે ચાર સમવસરણ હોય છે. ૧૧ દ્વારમાં સમવસરણ અને આયુષ્ય બંધ:१० किरियावाई णं भंते !जीवा किंणेरइयाउयंपकरेंति, तिरिक्खजोणियाउयंपकरेंति, मणुस्साउयंपकरेंति, देवाउयं पकरेंति? गोयमा !णोणेरइयाउयंपकरेंति, णो तिरिक्ख जोणियाउयं पकरेति, मणुस्साउयं पिपकरेति, देवाउयं पिपकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાવાદી જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે, તિર્યંચનું, મનુષ્યનું કે દેવનું આયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! ક્રિયાવાદી જીવો, નૈરયિક અને તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. પરંતુ મનુષ્ય અને દેવનું આયુષ્ય બાંધે છે. ११ जइ देवाउयंपकरति किं भवणवासीदेवाउयंपकरति जाववेमाणियदेवाउयंपकरैति? गोयमा !णो भवणवासीदेवाउयंपकरेति,णोवाणमंतरदेवाउयंपकरैत णोजोइसियदेवाउयं पकरेंति, वेमाणियदेवाउयं पकरेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો ક્રિયાવાદી જીવો, દેવનું આયુષ્ય બાંધે છે, તો શું ભવનપતિ દેવનું આયુષ્ય બાંધે છે, વાણવ્યંતરદેવનું આયુષ્ય બાંધે છે, જ્યોતિષીદેવનું આયુષ્ય બાંધે છે કે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! તે ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધતા નથી, પરંતુ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. १२ अकिरियावाईणं भंते !जीवा किंणेरड्याउयंपकरेंति,तिरिक्खजोणियाउयंपति, पुच्छा?गोयमा !णेरड्याउयंपिपकरेंति जावदेवाउयंपिपकरैति । एवंअण्णाणियवाई वि, वेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અક્રિયાવાદી જીવો, શું નરયિકનું આયુષ્ય બાંધે છે, તિર્યંચનું આયુષ્ય બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! નૈરયિક યાવતુ દેવનું આયુષ્ય બાંધે છે. આ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. १३ सलेस्सा णं भंते ! जीवा किरियावाई किंणेरइयाउयं पकरेंति, पुच्छा? गोयमा ! णोणेरइयाउयं एवं जहेव जीवा तहेव सलेस्सा विचउहिं वि समोसरणेहिं भाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી ક્રિયાવાદી જીવો, શું નૈરયિકનું આયુષ્ય બાંધે છે ઇત્યાદિ પ્રશ્ન ?