________________
શતક–૩૦: ઉદ્દેશક-૧
| ૪૯૯ ]
જીવોની સમાન છે. સયોગી યાવત કાયયોગી જીવો, સલેશી જીવોની સમાન છે. અયોગી જીવો અલેશી જીવોની સમાન છે. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવો સલેશીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં જીવ, વેશ્યા આદિ ૧૧ દ્વારોના ૪૭ બોલમાં ક્રિયાવાદી આદિ ચાર સમવસરણમાંથી કેટલા સમવસરણ પ્રાપ્ત થાય છે, તેનું નિરૂપણ છે.
૧૧ દ્વારના ૪૭ બોલમાં જે બોલમાં સમ્યકત્વ હોય તે માત્ર ક્રિયાવાદી છે અને જે બોલમાં મિથ્યાત્વ હોય તે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. ક્રિયાવાદી અને વિનયવાદી સમવસરણ સંજ્ઞી જીવોમાં જ હોય છે. (૧) સમચ્ચય જીવોમાં ચારે પ્રકારના સમવસરણ હોય છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય આ આઠ દંડકમાં અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી તે બે સમવસરણ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે પરંતુ તે મિથ્યાત્વાભિમુખ હોવાથી અહીં તેની ગણના કરી નથી. શેષ ૧૬ દંડકમાં ચાર-ચાર સમવસરણ હોય છે. (૨) લેગ્યા દ્વાર– સલેશથી શુક્લલેશી પર્યતના જીવોમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે, અલેશી જીવો એકાંત સમકિતી હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. તેમાં અન્ય ત્રણ સમવસરણ નથી. (૩) પક્ષ દ્વાર–શુક્લપક્ષીમાં ચાર પ્રકારના સમવસરણ હોય છે કારણ કે તે જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોય છે. કૃષ્ણપક્ષી જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી તે ક્રિયાવાદી નથી. તેમાં શેષ ત્રણ સમવસરણ હોય છે. (૪) દષ્ટિ દ્વાર– સમ્યગુદષ્ટિમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. મિથ્યાદષ્ટિમાં ક્રિયાવાદીને છોડીને શેષ ત્રણ અને મિશ્રદષ્ટિમાં અજ્ઞાનવાદી અને વિનયવાદી બે સમવસરણ હોય છે. (૫) જ્ઞાન દ્વાર– સમુચ્ચય જ્ઞાની અને પાંચ જ્ઞાનીમાં એક ક્રિયાવાદી સમવસરણ છે. () અજ્ઞાન દ્વાર– સમુચ્ચય અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં ક્રિયાવાદીને છોડીને શેષ ત્રણ સમવસરણ હોય છે. (૭) સંજ્ઞા દ્વાર– આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત જીવ સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચારે પ્રકારના સમવસરણ હોય છે. નોસંજ્ઞોપયુક્ત જીવ સમકિતી જ હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ જ હોય છે. (૮) વેદ વાર- સવેદી અને ત્રણ વેદી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને હોવાથી તેમાં ચાર સમવસરણ છે અને અવેદી જીવો એકાંત સમકિતી હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. (૯) કષાય દ્વાર– સકષાયી અને ચારે કષાયી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર સમવસરણ છે અને અકષાયી જીવો એકાંત સમકિતી હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે. (૧૦) યોગ હાર- સયોગી, મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવો સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોવાથી તેમાં ચાર સમવસરણ હોય છે. અયોગી જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી તેમાં એક ક્રિયાવાદી સમવસરણ હોય છે.