________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
_
૪૯૭
શતક-૩૦: ઉદ્દેશક-૧
સમવસરણ
સમવસરણના પ્રકાર :| १ कइणं भंते ! समोसरणा पण्णत्ता? गोयमा !चत्तारिसमोसरणा पण्णत्ता,तंजहाकिरियावाई, अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई । શબ્દાર્થઃ-સમોસર = સમવસરણ, મત, દર્શન. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમવસરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સમવસરણના ચાર પ્રકાર છે, યથા-(૧) ક્રિયાવાદી, (૨) અક્રિયાવાદી, (૩) અજ્ઞાનવાદી અને (૪) વિનયવાદી. વિવેચન :સમવસરણ:- સવિણજિનાના પરિણામ જોવા તથશ્વિgચતલાવ મતેપુતાનિ નવરાનિ, समवसृतयो वाऽन्योन्यभिन्नेषु क्रियावादादिमतेषु कथञ्चित्तुल्यत्वेन क्वचित्केषाञ्चिद्वादीनामवतारा: સમવસરણાના અનેક પ્રકારના પરિણામવાળા જીવો જેમાં હોય, તેને સમવસરણ કહે છે અર્થાત્ ભિન્નભિન્ન મતો અને દર્શનોને સમવસરણ કહે છે. (૧) કિયાવાદીઃ-દિયા વિનાસંમતિસા આત્મસમવાદિનીતિ નત્તિ તછનાગ્રતે દિયાવા િનઃ | કર્યા વિના ક્રિયાનો સંભવ નથી, તેથી ‘ક્રિયાનો જે કર્તા છે, તે આત્મા છે.” આ રીતે જે આત્માના અસ્તિત્વને સ્વીકારે તે ક્રિયાવાદી છે. પ્રસ્તુતમાં તેને સમ્યગુવાદી, સમ્ય સમવસરણ રૂપે સ્વીકાર્યા છે. (૨) અકિયાવાદી - અક્રિયાવાદી પણ અનેક પ્રકારના હોય છે– (૧) સર્વ પદાર્થોને ક્ષણિક માનનારા બૌદ્ધ દાર્શનિકો અક્રિયાવાદી છે. તેઓની માન્યતાનુસાર કોઈ પણ પદાર્થ ક્ષણિક હોવાથી તેમાં ક્રિયા થતી નથી. આ રીતે તે સર્વ પદાર્થોમાં ક્રિયાનો અભાવ માને છે, તેથી તે અક્રિયાવાદી કહેવાય છે. (૨) ક્રિયાનો નિષેધ કરીને માત્ર જ્ઞાનથી મુક્તિને માને તે અક્રિયાવાદી છે. તેમના મતાનુસાર ક્રિયાની આવશ્યક્તા નથી, કેવલ ચિત્તની શુદ્ધિ જ અનિવાર્ય છે. (૩) જીવાદિના અસ્તિત્વને નહીં માનનારા પણ અક્રિયાવાદી છે. (૩) અજ્ઞાનવાદી -અજ્ઞાનને જ પ્રાધાન્ય આપનારા અજ્ઞાનવાદી છે. તેમના મતાનુસાર જીવાદિ અતીન્દ્રિય પદાર્થોને જાણનાર કોઈ નથી અને તેને જાણવાનું પ્રયોજન પણ નથી, તે ઉપરાંત જ્ઞાની અને અજ્ઞાની બંનેનો સમાન અપરાધ હોય, તો જ્ઞાની વિશેષ દોષિત છે. તેથી અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. (૪) વિનયવાદી - સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ વિનયથી જ થાય છે; તેથી વિનય જ શ્રેષ્ઠ છે. આ રીતે વિનયને પ્રાધાન્ય આપનાર વિનયવાદી હોય છે. ૧૧ દ્વારના ૪૦ બોલમાં સમવસરણ:| २ जीवाणं भंते ! किं किरियावाई, अकिरियावाई, अण्णाणियवाई, वेणइयवाई ?