________________
૪૯૬ ]
શ્રી ભગવતી સત્ર-૫
નિશ્ચિતતા ન હોવાથી અસ્તિત્વ રૂપ ક્રિયાનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકતા નથી.
જે બોલમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ બંનેની સંભાવના હોય, તેમાં ચારે સમવસરણ હોય છે, યથાસમુચ્ચય જીવ, સલેશી, કૃષ્ણલેશીથી શુક્લલશી, શુક્લપાક્ષિક, આહારાદિ ચાર સંજ્ઞોપયુક્ત, સકષાયી, ચાર કષાયી, સવેદી, ત્રણ વેદી, સયોગી, ત્રણ યોગી, સાકારોપયોગી, અનાકારોપયોગી તે ૨૮ બોલમાં ચાર સમવસરણ હોય છે. ચાર સમવસરણમાં આયુષ્ય બંધ - ક્રિયાવાદી નારક તથા દેવ, મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે અને ક્રિયાવાદી મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય, વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. અંતિમ ત્રણ સમવસરણમાં ચાર ગતિમાંથી કોઈ પણ આયુષ્યનો બંધ કરી શકે છે. મિશ્રદષ્ટિમાં આયુષ્ય બંધ થતો નથી.
તે જ રીતે સૂત્રકારે ૨૪ દંડકમાં ૪૭ બોલમાં જ્યાં જેટલા સમવસરણ પ્રાપ્ત થતાં હોય તે પ્રમાણે આયુષ્ય બંધનું કથન કર્યું છે. ચાર સમવસરણમાં ભવી-અભવી - ક્રિયાવાદી જીવો એકાંત ભવી જ હોય છે. શેષ ત્રણ સમવસરણમાં સ્થિત જીવો ભવી અને અભવી બંને પ્રકારના હોય છે. ૧૧ દ્વારના ૪૭ બોલમાંથી પ્રત્યેક દંડકમાં પ્રાપ્ત થતા બોલ અને તેમાં પ્રાપ્ત થતાં સમવસરણના આધારે તેમાં ભવી-અભવીનું કથન છે.