________________
શતક-૨૯: ઉદ્દેશક-૨–૧૧.
[ ૪૯૩ |
પ્રારંભ અને અંત બે પ્રકારે થાય છે. (૧) જે સમાયુષ્ક અને સામોત્પન્નક છે, તેના પાપકર્મભોગનો પ્રારંભ અને અંત સમાન સમયે થાય છે. (૨) જે સમાયુષ્ક અને વિષમોત્પન્નક છે, તેના પાપકર્મભોગનો પ્રારંભ સમાન સમયે થાય પરંતુ તેની આયુષ્ય સ્થિતિ જૂનાધિક હોવાથી તેનો અંત ભિન્ન-ભિન્ન સમયે થાય છે. લેશ્યાદિમાં કર્મ વેદનનો પ્રારંભ અને અંતઃ| २ सलेस्सा णं भते! अणंतरोववण्णा णेरइया पावं कम्म, पुच्छा? गोयमा ! एवं चेव, एवं जावअणागारोवउत्ता । एवं असुरकुमाराणं । एवं जाववेमाणियाणं, णवरं जंजस्स अत्थितंतस्स भाणियव्वं । एवंणाणावरणिज्जेणविदडओ, एवणिरवसेस जावअंतराइएणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોપપન્નક સલેશી નૈરયિકો શું એક સાથે પાપકર્મના વેદનનો પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવતુ જાણવું. આ રીતે યાવત અનાકારોપયુક્ત સુધી જાણવું. અસુરકુમારથી વૈમાનિક પર્યત પૂર્વવત્ જાણવું, પરંતુ જેને જે બોલ પ્રાપ્ત હોય, તે પ્રમાણે કથન કરવું જોઈએ, આ રીતે જ્ઞાનાવરણીયકર્મ યાવતુ અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લેશ્યાદિ ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી ૨૪ દંડકના જીવોમાં પાપકર્મવેદનના પ્રારંભ અને અંતનું કથન કર્યું છે. સલેશી આદિ અનંતરોત્પન્નક જીવોને તેમજ ૨૪ દંડકના જીવોને જે-જે લેશ્યાદિ બોલ પ્રાપ્ત હોય તેને પાપકર્મવેદન અને આઠકર્મવેદન પણ બે-બે પ્રકારે થાય છે. પરંપરોત્પન્નક આદિ ઉદ્દેશકઃ| ३ एवं एएणंगमएणं जच्चेव बंधिसए उद्देसगपरिवाडी सच्चेव इह वि भाणियव्वा जावअचरिमो त्ति । अणंतरउद्देसगाणंचउण्ह वि एक्का वत्तव्वया,सेसाणं सत्तण्ह एक्का। ભાવાર્થ- બંધી શતક માં ઉદ્દેશકની જે પરિપાટી કહી છે, તે રીતે અહીં પણ ઉદ્દેશકોની સંપૂર્ણ પરિપાટી અચરમોદ્દેશક પર્યત કથન કરવું જોઈએ. અનન્તર સંબંધી ચાર ઉદ્દેશકોની વક્તવ્યતા એક સમાન છે અને શેષ સાત ઉદ્દેશકોની વક્તવ્યતા સમાન છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક–૩ થી ૧૧નું સંક્ષિપ્ત કથન છે. તેમાં અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક ઉદ્દેશકનું કથન અનંતરોત્પન્નક ઉદ્દેશક–૨ અનુસાર છે. પરંપરાત્પન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ ઉદ્દેશકનું કથન સમુચ્ચય જીવના કથન અનુસાર (ઉદ્દેશક–૧ અનુસાર) છે.
વા શતક-ર૯/ર થી ૧૧ સંપૂર્ણ )
છે શતક-ર૯ સંપૂર્ણ