________________
૪૯૨
શ્રી ભગવતી સૂત્ર-૫
'શતક-ર૯ : ઉદ્દેશક-ર-૧૧ |
અનન્તરોત્પન્નક આદિ
R
અનન્તરોત્પન્નક જીવોમાં કર્મવેદનનો પ્રારંભ-અંત:| १ अणंतरोववण्णगाणं भंते ! हेरझ्या पावंकम्मकि समारंपर्विसु, समायणिट्ठविंसु, पुच्छा? गोयमा!अत्थेगइया समायंपट्टविंसु,समायंणिट्ठविंसुः अत्थेगइया समायंपट्टविंसु, विसमायणिट्ठविंसु।सेकेणतुणं भंते ! एवं कुच्चइ-अत्थेगइया समायं पट्ठविंसु-तंचेव? गोयमा !अणतरोववण्णगाणेरड्यादुवहापण्णत्ता,तजहा-अत्याइयासमाउयासमोववण्णगा, अत्थेगइया समाउया विसमोववण्णगा। तत्थणंजेते समाउया समोववण्णगातेणं पावं कम्म समाय पट्टविसुसमायणि?विसु । तत्थ ण जे तेसमाउया विसमोववण्णगाते ण पावं कम्मं समायं पट्ठविंसुविसमायं ट्ठिविंसु । सेतेणटेणं गोयमा !तंचेव । ભાવાર્થ-૫ગ્ન- હે ભગવન! અનંતરોત્પન્નકનૈરયિકો શું પાપકર્મના વેદનનો પ્રારંભ એક સાથે કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! કેટલાક નૈરયિકો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે સમાપ્ત કરે છે અને કેટલાક નૈરયિક એક સાથે પ્રારંભ કરે છે અને ભિન્ન સમયે સમાપ્ત કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર-હે ગૌતમ! અનંતરોત્પન્નકનૈરયિકોના બે પ્રકાર છે, યથા- (૧) કેટલાક નૈરયિકો એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે જ પર ભવમાં ઉત્પન્ન થવાના છે. તથા (૨) કેટલાક નૈરયિકો એક સાથે ઉત્પન્ન થયા છે અને ભિન્ન-ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે. (૧) તેમાંથી જે એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો પ્રારંભ એક સાથે કરે છે અને સમાપ્તિ પણ એક સાથે કરે છે. (૨) જે એક સાથે ઉત્પન્ન થયા છે અને ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો પ્રારંભ એક સાથે કરે છે અને ભિન્ન સમયમાં સમાપ્ત કરે છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન છે. વિવેચન :અનંતરોત્પન્નકઃ- આયુષ્યના ઉદયના પ્રથમ સમયવર્તી જીવોને અનંતરોત્પન્નક કહેવાય છે. તેની સ્થિતિ એક સમયની જ હોય છે. બીજા, ત્રીજા આદિ સમયે તે અનંતરોત્પન્નક કહેવાતા નથી પરંતુ પરંપરાત્પન્નક કહેવાય છે. અનંતરોત્પન્નક જીવો એક સાથે ઉત્પન્ન થયેલા જ હોય છે તેથી તેમાં સમાયુષ્ય સંબંધિત પહેલો અને બીજો બે ભંગ હોય છે.વિષમાયુષ્ક સંબંધિત ત્રીજો, ચોથો ભંગ હોતો નથી. કોઈપણ જીવ આયુષ્યકર્મના ઉદયના પ્રારંભ સમયે અનંતરોત્પન્નક હોય પરંતુ આયુષ્ય પૂર્ણ કરીને પરભવમાં ઉત્પન્ન થાય ત્યારે તે અનંતરોત્પન્નક રહેતો નથી. પરંતુ ભૂતપૂર્વીત્યાગનન્તરોત્પવા ૩ષ્યન્ત -વૃિત્તિ].ભૂતપૂર્વઅવસ્થાની અપેક્ષાએ તેને અનંતરોત્પન્નક કહેવાય છે. અનંતરોત્પન્નક જીવોના બે પ્રકાર હોવાથી તેના કર્મભોગનો