________________
શતક-૨૯: ઉદ્દેશક-૧
૪૯૧
જીવ અધ્યાત્મ વિકાસ કરી કર્મક્ષય કરે ત્યારે જ તેના વેદનનો અંત થાય છે. પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે નિશ્ચિત ભવના આયુષ્યની અપેક્ષાએ જ પાપકર્મવેદનના પ્રારંભ અને અંતનું કથન કર્યું છે. લેશ્યાદિમાં કર્મવેદનનો પ્રારંભ અને અંતઃ| ३ सलेस्सा णं भंते ! जीवा पावं कम्मं किं समायं पट्टविंसु, समायंणिट्ठविंसु, पुच्छा? एवं चेव, एवंसव्वट्ठाणेसुवि जावअणगारोवउत्ता । एए सव्वे विपया एयाए वत्तव्वयाए भाणियव्वा। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શું સલેશી જીવો, શું પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત એક સાથે કરે છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. આ રીતે સર્વસ્થાનોમાં અનાકારોપયુક્ત પર્યત જાણવું. સર્વ બોલોમાં પૂર્વોક્ત વક્તવ્યતા જ કહેવી જોઈએ. | ४ णेरइया णं भते! पावंकम्मं किं समायंपट्ठविंसुसमायंणिट्ठविंसु, पुच्छा? गोयमा!
अत्थेगइया समायं पट्ठविंसु-एवं जहेव जीवाणंतहेव भाणियव्वं जावअणागारोवउत्ता। एवं जाववेमाणियाण जस्स ज अत्थित एएण चेव कमेण भाणियव्वं । जहा पावण दंडओ, एएणं कमेणं अट्ठसुविकम्मप्पगडीसुअट्ठदंडगा भाणियव्वा,जीवाईया वेमाणिय पज्जवसाणा। एसोणवदंडगसंगहिओ पढमो उद्देसो भाणियव्वो। सेवं भंते! सेवं भंते!॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો શું પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત એક સાથે કરે છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! કેટલાક નૈરયિક પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત એક સાથે કરે છે ઇત્યાદિ સમુચ્ચય જીવોની વક્તવ્યતા અનુસાર યાવતું અનાકારોપયુક્ત સુધી જાણવું. આ રીતે યાવત્ વૈમાનિક પર્યત જાણવું. જેમાં જે બોલ પ્રાપ્ત થાય છે, તે ક્રમથી કહેવું જોઈએ. જે રીતે પાપકર્મનો દંડક કહ્યો, તે જ રીતે તે જ ક્રમથી આઠ કર્મ પ્રકૃતિના આઠ દંડક, જીવાદિથી લઈને વૈમાનિક પર્યત કહેવા જોઈએ. આ રીતે નવ દંડક સહિત પ્રથમ ઉદ્દેશક કહેવો જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેશ્યા આદિ ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં પાપકર્મ વેદના અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ વેદનના પ્રારંભ અને અંતનું કથન કર્યું છે.
સલેશી આદિબોલ યુક્ત કોઈ પણ દંડકના જીવોના ચાર પ્રકાર હોય છે. (૧) સમાયુષ્ક સમાત્પન્નક (૨) સમાયુષ્ક વિષમોત્પન્નક (૩) વિષમાયુષ્ક સમોત્પન્નક (૪) વિષમાયુષ્કવિષમોત્પન્નક; આ ચાર પ્રકારના જીવોની અપેક્ષાએ કર્મ વેદનના પ્રારંભ અને અંતના પણ ચાર ભંગ થાય છે. આ રીતે (૧) પાપકર્મવેદન અને (૨ થી ૯)આઠ કર્મવેદન, તેમ નવ દંડક થાય છે.
| શતક-ર૯/૧ સંપૂર્ણ |