________________
૪૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે અને ભિન્ન-ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે.
(૧) જે જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને સમાન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને એક સાથે તેને સમાપ્ત કરે છે. (૨) જે જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને વિષમ સમયે પર ભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો એક સાથે પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં તેને સમાપ્ત કરે છે. (૩) જે જીવો ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે અને સમાન સમયે પર ભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને એક સાથે તેને સમાપ્ત કરે છે. (૪) જે જીવો ભિન્ન-ભિન્ન સમયે ઉત્પન્ન થયા છે અને ભિન્ન-ભિન્ન સમયે પરભવમાં ઉત્પન્ન થવાના છે, તે પાપકર્મના વેદનનો ભિન્ન સમયમાં પ્રારંભ કરે છે અને ભિન્ન સમયમાં તેને સમાપ્ત કરે છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ જીવોમાં કર્મના ઉદય અને અંતની વિવિધતાનું ચૌભંગીના માધ્યમથી પ્રતિપાદન કર્યું છે. કોઈપણ એક સ્થાનમાં રહેલા જીવોના આયુષ્યમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે. સૂત્રકારે તે વિવિધતાને સૂચિત કરવા જીવોના ચાર પ્રકાર કહ્યા છે. (૧) સમાયુદ્ધ-સમોત્પક:- જે જીવો એક સાથે ઉત્પન્ન થયા છે અને એક સાથે જ પરભવમાં ઉત્પન્ન થાય છે તેને સમાયુષ્ક સમોત્પન્નક કહે છે. આયુષ્યના માધ્યમથી જ અન્ય કર્મો ભોગવી શકાય છે. તેથી જે જીવોના આયુષ્યકર્મનો ઉદય અને અંત સમાન સમયે થાય તેના પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત પણ તે ભવની અપેક્ષાએ સમાન સમયે જ થાય છે. (૨) સમાયશ્ક-વિષમોત્પકઃ-જે જીવોના આયુષ્ય કર્મનો ઉદય સમાન સમયે થયો હોય પરંતુ આયુષ્યની ન્યૂનાધિકતાના કારણે આયુષ્યની પૂર્ણતા સમાન સમયે ન થવાથી પરભવમાં સમાન સમયે ઉત્પન્ન થતા નથી; તેને સમાયુષ્ક વિષમોત્પન્નક કહે છે. તે જીવો તે ભવની અપેક્ષાએ પાપકર્મના વેદનનો પ્રારંભ સમાન સમયે કરે છે પરંતુ તેનો અંત ભિન્ન-ભિન્ન સમયે કરે છે. (૩) વિષમાયુષ્ક-સમોત્પન્નક :- જે જીવોના આયુષ્ય કર્મનો ઉદય સમાન સમયે ન થયો હોય પરંતુ આયુષ્યની ચૂનાધિકતાના કારણે તેની પૂર્ણતા સમાન સમયે થાય અને સમાન સમયે પરભવમાં ઉત્પન્ન થાય; તેને વિષમાયુષ્ક સમાત્પન્નક કહે છે. તે જીવો તે ભવની અપેક્ષાએ પાપકર્મના વેદનનો પ્રારંભ ભિન્ન સમયે કરે છે પરંતુ તેનો અંત સમાન સમયે કરે છે. (૪) વિષમાયુષ્ક-વિષમોત્પન્નકઃ- જે જીવોના આયુષ્ય કર્મનો ઉદય અને અંત ભિન્ન-ભિન્ન સમયે હોય; તેને વિષમાયુષ્ક વિષમોત્પન્નક કહે છે. તે જીવો તે ભવની અપેક્ષાએ પાપકર્મના વેદનનો પ્રારંભ અને અંત ભિન્ન-ભિન્ન સમયે કરે છે.
લેશ્યા આદિ ૧૧ દ્વારના ૪૭ બોલમાં જીવોના પૂર્વોકત ચાર પ્રકાર છે. તે ચારે પ્રકારે કર્મભોગનો પ્રારંભ અને અંત થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે જે બોલ પ્રાપ્ત થતા હોય તે પ્રમાણે પાપકર્મવેદન અને આઠ કર્મવેદનનું કથન જાણવું.
આઠ કર્મમાં આયુષ્યકર્મનો ઉદય અને અંત કોઈપણ નિશ્ચિત ભવની અપેક્ષાએ હોય છે. અન્ય સાત કર્મોની પરંપરા ભવ-ભવાન્તરથી ચાલુ જ છે. સાત કર્મોનો ઉદય પણ અનાદિકાલીન છે અને જ્યારે