________________
૪૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૩૦
પરિચય
| છREછROR
પ્રસ્તુત શતકનું નામ “સમવસરણ” છે. તેના ૧૧ ઉદ્દેશક અને ૧૧ દ્વાર બંધી શતક અનુસાર છે. (૧) પ્રથમ ઉદ્દેશકમાં બંધી શતકમાં કથિત ૧૧ દ્વારના ૪૭ બોલથી વિશેષિત ૨૪ દંડકવર્તી જીવોમાં ક્રિયાવાદી આદિ સમવસરણના ચાર પ્રકારનું નિરૂપણ છે. તત્પશ્ચાતુ તેમાં આયુષ્યબંધ અને ભવીત્વઅભવીત્વનો નિર્ણય કર્યો છે. (૨) બીજા ઉદ્દેશકમાં અનન્તરોત્પન્નક નૈરયિકાદિમાં ક્રિયાવાદી આદિ ચાર સમવસરણનું, તેમાં આયુષ્યબંધનું અને ભવીત્વ-અભવીત્વનું કથન છે. (૩) ત્રીજા ઉદ્દેશકમાં પરંપરાત્પન્નક નૈરયિકાદિમાં પણ ચાર સમવસરણ, તેમાં આયુષ્ય બંધ અને ભવીત્વ-અભવીત્વ તે ત્રણ દંડક દ્વારા વિષયનું કથન છે. (૪ થી ૧૧) શતક–૨૬ અનુસાર અનન્તરાવગાઢ, પરંપરાવગાઢ, અનન્તરાહારક, પરંપરાહારક, અનન્તર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ, અચરમ આ આઠ ઉદ્દેશકમાં પૂર્વોક્ત વિષયનું નિરૂપણ
આ રીતે આ શતકમાં વિભિન્ન પ્રકારે ક્રિયાવાદી આદિ ચાર પ્રકારના સમવસરણનું સાંગોપાંગ વર્ણન છે.