________________
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રમાણે પાપકર્મબંધ અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તેમ નવ દંડકમાં આઠ-આઠ ભંગ થાય છે. II ઉદ્દેશક—૧ ॥ અનન્તરોત્પન્નક જીવોમાં કર્મ સમાર્જન :
४ अणंतरोववण्णगाणं भंते ! णेरइया पावं कम्म कहिं समज्जिणिसु ? कहिं समायरिंसु ? गोयमा ! सव्वेवितावतिरिक्खजोणिएसुहोज्जा, एवं एत्थवि अट्ठ भंगा। एवंअणतरोववण्णगाणं णेरइयाईणं जस्स जं अत्थि लेसाईयं अणागारोवओगपज्जवसाणं तं सव्वं एयाए भयणाए भाणियव्वं जाववेमाणियाणं, णवरं - अणंतरेसु जे परिहरियव्वा ते जहा बंधिसए तहा इह पि । एवंणाणावरणिज्जेण वि दंडओ, एवं जाव अंतराइएणं णिरवसेसं । एसो विणवदंडगसंगहिओ દેશો માળિયળો સેવ મતે ! સેવ મતે !
૪૮૮
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક નૈરયિકોએ ભૂતકાલમાં કઈ ગતિમાં પાપકર્મનું ઉપાર્જન અને વેદન કર્યું હતું ? ઉત્તર- હે ગૌતમ ! તે સર્વ જીવો તિર્યંચગતિમાં હતા, ઇત્યાદિ પૂર્વોક્ત આઠ ભંગ અહીં પણ કહેવા જોઈએ. અનંતરોત્પન્નક નૈરયિકોમાં લેશ્યાથી અનાકારોપયોગ પર્યંતના બોલોમાંથી જે બોલ પ્રાપ્ત થાય, તે પ્રમાણે કથન કરવું. તે જ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ પરંતુ અનંતરોત્પન્નક જીવોમાં(મિશ્રદષ્ટિ, મનોયોગ, વચનયોગાદિ) જે જે બોલનું બંધી શતકમાં વર્જન કર્યું છે તે તે બોલનું વર્જન કરવું જોઈએ. આ જ રીતે જ્ઞાનાવરણીયથી અંતરાય કર્મ સુધીનું કથન કરવું. આ રીતે અહીં પણ નવ દંડક સહિત ઉદ્દેશક કહેવો જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે। ઉદ્દેશક–રા
५ एवं एएणं कमेणं जहेव बंधिसए उद्देसगाणं परिवाडी तहेव इहं पि अट्ठसु भंगेसु णेयव्वा, णवरं- जाणियव्वं जं जस्स अत्थि तं तस्स भाणियव्वं जाव अचरिमुद्देसो । सव्वे વિ પણ વારસ દ્રેસા ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ :- જે રીતે બંધી શતકમાં ઉદ્દેશકનો ક્રમ છે તે જ ક્રમાનુસાર દરેક ઉદ્દેશકમાં અહીં પણ આઠે ભંગ જાણવા જોઈએ, પરંતુ જ્યાં જે બોલ સંભવિત છે, ત્યાં તે બોલ જ કહેવા જોઈએ યાવત્ અચરમ ઉદ્દેશક પર્યંત જાણવું. આ સર્વ મળીને ૧૧ ઉદ્દેશક છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે II વિવેચનઃ -
આ સૂત્રમાં શેષ નવ ઉદ્દેશકનું સંક્ષિપ્ત કથન છે. તેમાં (૩) પરંપરોત્પન્નક, (૪) અનંતરાવગાઢ (૫) પરંપરાવગાઢ (૬) અનંતરાહારક (૭) પરંપરાહારક (૮) અનંતર પર્યાપ્ત (૯) પરંપર પર્યાપ્ત (૧૦) ચરમ (૧૧) અચરમ. આ પ્રત્યેક ઉદ્દેશકમાં કથિત જીવો પૂર્વવત્ આઠ ભંગથી કર્મનું ઉપાર્જન અને
વેદન કરે છે.
॥ શતક-૨૮/૧ થી ૧૧ સંપૂર્ણ ॥ શતક-૨૮ સંપૂર્ણ ॥