________________
શતક-૨૮: ઉદ્દેશક-૧ થી ૧૧
[ ૪૮૭ |
ગતિમાં (૪) તિર્યંચ અને દેવગતિમાં (૫) તિર્યચ, નરક અને મનુષ્યગતિમાં (૬) તિર્યચ, નરક અને દેવગતિમાં (૭) તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં (૮) તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવગતિમાં રહીને તે સર્વ જીવોએ પાપકર્મનું ઉપાર્જન અને તેના ફળનું વેદન કર્યું છે.
આ આઠ ભંગમાં ક્રમશઃ પહેલો અસંયોગી એક ભંગ છે, બીજો, ત્રીજા અને ચોથો આ ત્રણ દ્વિસંયોગી ભંગ, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ ત્રણ ત્રિસંયોગી ભંગ અને અંતિમ આઠમો ચારસંયોગી એક ભંગ છે. | २ सलेस्साणंभते!जीवापावंकम्मंकहिंसमज्जिणिंसु,कहिंसमायरिंसु?गोयमा! एवं चेव । एवं कण्हलेस्सा जावअलेस्सा । एवं कण्हपक्खिया,सुक्कपक्खिया। एवं जाव अणागारोवउत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સલેશી જીવોએ કઈ ગતિમાં પાપકર્મોનું ઉપાર્જન અને વેદન કર્યું હતું? ઉત્તર- હે ગૌતમ ! તે જ રીતે આઠ વિકલ્પયુક્ત પાપકર્મ ઉપાર્જન અને વેદન કૃષ્ણલેશી થાવત્ અલેશીમાં, કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિકમાં વાવતુ અનાકારોપયુક્ત પર્વતમાં જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લેશ્યા આદિ દશ દ્વારથી સમુચ્ચય જીવોનું કથન છે. સલેશી જીવોએ કઈ ગતિમાં કર્મનું ઉપાર્જન અને વેદન કર્યું? તેમાં પણ ઉપરોકત આઠ ભંગ થાય છે. તે જ રીતે કૃષ્ણલેશી આદિ અનાકારોપયોગ પર્વતના સર્વ બોલોમાં તે તે જીવોએ આઠ ભેગમાંથી કોઈ પણ ભંગથી કર્મબંધ અને તેનું ફળ પ્રાપ્ત કર્યું છે. ર૪ દંડકના જીવોમાં પાપકર્મનું સમાર્જન:| ३ णेरइयाणभंते ! पावं कम्मंकहिं समज्जिणिंसु, कहिं समायरिंसु? गोयमा !सवे विताव तिरिक्खजोणिएसुहोज्जा, एवं चेव अट्ठभंगा भाणियव्वा । एवं सव्वत्थ अट्ठ भगा । एवं जावअणागारोवउत्ता वि । एवं जाववेमाणियाणं । एवंणाणावरणिज्जेण वि दंडओ। एवं जाव अंतराइएणं । एवं एए जीवादीया वेमाणियपज्जवसाणा णव दंडगा મતિ / સેવ મને ! સેવ મને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોએ કઈ ગતિમાં પાપકર્મોનું ઉપાર્જન અને તેનું વેદન કર્યું હતું? ઉત્તર- હે ગૌતમ! સર્વ જીવો તિર્યંચ ગતિમાં હતા ઇત્યાદિ આઠ ભંગ જાણવા. આ જ રીતે અનાકારોપયુક્ત સુધી સર્વત્ર આઠ-આઠ ભંગ અને (દંડકના ક્રમથી) વૈમાનિક સુધી જાણવું જોઈએ. આ જ રીતે જ્ઞાનાવરણીયથી લઈને અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. જીવથી લઈને વૈમાનિક સુધીના જીવોમાં પાપકર્મનો એક અને આઠ કર્મના આઠ તેમ કુલ નવ દંડક થાય છે. હે ભગવન્ આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે... વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિક આદિ૨૪ દંડકના જીવોમાં પાપકર્મના ઉપાર્જન અને તેના ફળ વેદન સંબંધી સંક્ષિપ્ત નિરૂપણ છે. વર્તમાનના નૈરયિક જીવ ભૂતકાળમાં ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં પરિભ્રમણ કરતા હોય અને તે તે ગતિમાં તે જીવોએ કર્મ બંધ કર્યા હોય છે. આ રીતે તેમાં પણ પૂર્વોકત આઠ ભંગ થાય છે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં ૧૧ દ્વારના ૪૭ બોલમાંથી જે જીવોને જે-જે બોલ પ્રાપ્ત થતા હોય, તે