________________
[ ૪૮૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
| શતક-ર૮: ઉદ્દેશક-૧ થી ૧૧
કર્મ સમર્જક શતક
પાપકર્મનું સમર્જનઃ| १ जीवाणं भंते ! पावं कम्मंकहिं समज्जिणिंसु, कहिं समायरिंसु ? गोयमा !सव्वे विताव तिरिक्खजोणिएसु होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, णेरइएसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय,मणुस्सेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, देवेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, णेरइएसुय, मणुस्सेसुय होज्जा; अहवा तिरिक्ख जोणिएसुय,णेरइएसुय, देवेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय, मणुस्सेसुय, देवेसुय होज्जा; अहवा तिरिक्खजोणिएसुय,णेरइएसुय, मणुस्सेसुय, देवेसुय होज्जा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જીવોએ કઈ ગતિમાં પાપકર્મોનું સમર્જન(ઉપાર્જન) કર્યું હતું અને કઈ ગતિમાં સમાચરણ(વેદન) કર્યું હતું? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વ જીવો તિર્યંચગતિમાં હતા, (૨) સર્વ જીવો તિર્યંચગતિ અને નરકગતિમાં હતા, (૩) સર્વ જીવો તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં હતા, (૪) સર્વ જીવો તિર્યંચ અને દેવગતિમાં હતા, (૫) સર્વ જીવો તિર્યંચ, નરક અને મનુષ્યગતિમાં હતા, (૬) સર્વ જીવો તિર્યંચ, નરક અને દેવગતિમાં હતા. (૭) સર્વ જીવો તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં હતા. (૮) સર્વ જીવો તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવગતિમાં હતા.(તેતે ગતિમાં તેને જીવોએ પાપકર્મનું ઉપાર્જન અને વેદન કર્યું હતું) વિવેચન -
શતક ૨૬ અને ૨૭માં કર્મ સંબંધી સૈકાલિક વર્ણન છે. આ શતકમાં કર્મબંધ સંબંધી ભૂતકાલીન પૃચ્છા છે. પ્રસ્તુત સૂત્રમાં સર્વ જીવોએ પાપકર્મનું ઉપાર્જન અને તેનું ફળ કઈ ગતિમાં પ્રાપ્ત કર્યું? તેનું કથન ચાર ગતિના આઠ ભંગના માધ્યમથી કર્યું છે. સૂત્રકારે તેના માટે બે શબ્દનો પ્રયોગ કર્યો છે. સક્તિ , સમીgિ :- (૧) સર્જિતવાડ, ગૃહતવના, સમર્જન એટલે ગ્રહણ કરવું, ઉપાર્જન કરવું. (૨)સમાવરિતવન, પાર્ષિતુસમાવરબેન, તપાછાનુભવનેતિ પાપકર્મબંધને યોગ્ય આચરણ કરવું અથવા તેના ફળનો અનુભવ કરવો, તેને સમાચરણ કરવું કહેવાય છે. અહીં ટીકાકારે આ શબ્દના બે પ્રકારે અર્થ કર્યા છે તેમાં બીજો અર્થ “કર્મ ફળનું વેદન’ વિશેષ સંગત છે.
(૧) સર્વ જીવોએ તિર્યંચગતિમાં રહીને કર્મનું ઉપાર્જન અને તેનું ફળ વેદન કર્યું છે. અનંત સંસાર પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવોને માટે તિર્યંચગતિ તે માતૃસ્થાન રૂપ છે. પ્રત્યેક જીવ પહેલાં તિર્યંચ ગતિમાં હોય છે. તિર્યંચ ગતિમાં કર્મબંધ કરીને તે જીવ નરકાદિ ગતિમાં જાય છે. આ રીતે વર્તમાનના વિવક્ષિત સર્વ જીવોએ તિર્યંચ ગતિમાં રહીને કર્મ ઉપાર્જન કર્યું તે પ્રથમ ભંગ થાય છે. (૨) વિવક્ષિત જીવોએ તિર્યંચ અથવા નરક ગતિમાં કર્મ ઉપાર્જન કર્યું હતું. મનુષ્ય કે દેવ ગતિમાં રહેલા તે જીવોએ તદ્યોગ્ય કર્મોપાર્જન તિર્યંચ કે નરક ગતિમાં રહીને કર્યું હતું, આ રીતે બીજો ભંગ થાય છે. (૩) તે જ રીતે તિર્યંચ અને મનુષ્ય