________________
શતક-૨૭ : ઉદ્દેશક-૧ થી ૧૧
[ ૪૮૫ |
गोयमा ! जच्चेव बंधिसए वत्तव्वया, सच्चेव णिरवसेसा भाणियव्वा, तहेव णवदंडग- संगहिया एक्कारस उद्देसगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેથી જીવે શું પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! બંધી શતકમાં જે વક્તવ્યતા કહી, તે સર્વ અહીં કહેવી જોઈએ તથા તે જ પ્રકારે નવ દંડક(પાપકર્મ+૮ કમ) સહિત ૧૧ ઉદ્દેશક કહેવા જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત બીજા સૂત્રમાં સમુચ્ચય જીવના વેશ્યાદિ ૧૦ દ્વારના ૪૬ બોલમાં પાપકર્મ અને આઠ કર્મ કરવા અને ન કરવા સંબંધી નિરૂપણ છે. પ્રથમ સૂત્રમાં સમુચ્ચય જીવનું જીવ દ્વારના માધ્યમે કથન છે.
સલેથી જીવમાં પાપકર્મ કરવા, ન કરવા સંબંધી પણ ચાર ભંગ થાય છે, યથા– (૧) સલેશી અભવી જીવોમાં પ્રથમ ભંગ (૨) ભવી જીવોમાં બીજો ભંગ (૩) અગિયારમા ગુણસ્થાને ત્રીજો ભંગ (૪) ૧૨, ૧૩, ૧૪ માં ગુણસ્થાને ચોથો ભંગ હોય છે. અલેશી જીવો કર્મબંધ કરતા નથી.
આ રીતે કુષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક આદિ પ્રત્યેક દ્વારમાં બંધી શતકની સમાન પાપકર્મ અને આઠ કર્મ, તેમ નવ દંડકનું સંપૂર્ણ કથન છે. સંક્ષિપ્ત પાઠથી ચોવીસ દંડકમાં ૪૭ બોલનું કથન પણ સમજવું. આ રીતે પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થાય છે. ત્યારપછી અનંતરોત્પન્નક, પરંપરોત્પન્નક, અનંતરાવગાઢ, પરંપરાવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, ચરમ અને અચરમ જીવોનું કથન અગિયાર ઉદ્દેશકથી છે.
તે શતક-ર૭/ ૧ થી ૧૧ સંપૂર્ણ
|| | શતક-ર સંપર્ણ
|