________________
૪૮૪
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૦ : ઉદ્દેશક-૧ થી ૧૧
કરિંસુ શતક
પાપકર્મની સૈકાલિકતા:| १ जीवेणंभंते ! पावं कम्मं किं करिसुकरति करिस्संति; करिसुकरति ण करिस्संति; करिसुण करेति करिस्संति; करिसुण करेति ण करिस्सति?
गोयमा !अत्थेगइए करिसुकरेंति करिस्संति; अत्थेगइए करिसुकरेंतिण करिस्संति; अत्थेगइए करिसुण करेंति करिस्संति; अत्थेगइए करिसुण करैति ण करिस्संति।। ભાવાર્થઃ- પ્રશ્ન–હે ભગવન્! જીવે શું પાપકર્મ (૧) કર્યું હતું, કરે છે અને કરશે? (૨) કર્યું હતું, કરે છે અને કરશે નહીં? (૩) કર્યું હતું, કરતો નથી અને કરશે? (૪) કર્યું હતું, કરતો નથી અને કરશે નહીં?
ઉત્તર-હે ગૌતમ! (૧) કોઈ જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે, (૨) કોઈ જીવે કર્યું હતું, કરે છે અને કરશે નહીં, (૩) કોઈજીવે કર્યું હતું, કરતો નથી અને કરશે, (૪) કોઈજીવે કર્યું હતું, કરતો નથી અને કરશે નહીં. વિવેચન :
આ શતકમાં કર્મ કરવા સંબંધી નિરૂપણ હોવાથી તેનું નામ કરિંસુ શતક છે. તેમાં ‘બંધી શતકના અતિદેશ પૂર્વક કર્મ કરવાના વિષયને સમજાવ્યો છે. કસિ કિયાની સૈકાલિકતા - જીવ અનાદિ કાલથી કષાય અને કર્મ સહિત છે. તેથી તેણે કર્મબંધની જેમ પાપકર્મ અને આઠ કર્મ કરવાની ક્રિયા ભૂતકાળમાં કરી છે. જ્યાં સુધી તે કષાય સહિત છે ત્યાં સુધી તે વર્તમાનમાં પણ પાપક્રિયા કરે છે અને ભવિષ્યમાં પણ કરશે.
આ રીતે બંધી શતકમાં કથિત વિકલ્પ અનુસાર આ કરિંસુ શતકનું સંપૂર્ણ કથન છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં ૧૧ દ્વારના ૪૭ બોલના માધ્યમથી પાપકર્મ અને કર્મ કરવાનું અને ન કરવાનું ચાર ભંગથી નિરૂપણ છે, જેમ કે– (૧) કોઈ જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે, કરશે યથા– અભવી જીવ. (૨) કોઈ જીવે કર્યું હતું, કરે છે, કરશે નહીં, યથા-ભવી જીવ. (૩) કોઈ જીવે કર્યું હતું, કરતો નથી, કરશે, યથા૧૧મા ગુણસ્થાનવાળા જીવ. (૪) કર્યું હતું. કરતો નથી, કરશે નહીં, યથા– ૧૨, ૧૩ અને ૧૪મા ગુણસ્થાનવર્તી જીવ.
આ રીતે સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવમાં પાપ કર્મ અને આઠ કર્મ, તેમ નવદંડકનું કથન બંધી શતક પ્રમાણે છે. લેશ્યાદિમાં પાપ કર્મની સૈકાલિકતા:| २ सलेस्से णं भंते ! जीवे पावं कम्मं किं करिंसु करेंति करेस्संति, पुच्छा?