________________
શતક—૨૬ : ઉદ્દેશક-૧૦
OR සය
શતક-૨૬ : ઉદ્દેશક-૧૦
ચરમ
૪૭૭
RO YOG
ચરમ જીવોનો ત્રૈકાલિક બંધઃ
१ चरिमे णं भंते! रइए पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ, पुच्छा ? गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव चरिमेहिं णिरवसेसो । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ચરમ નૈયિકે શું પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે; ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! પરંપરોત્પન્નક ઉદ્દેશકની સમાન ચરમ નૈરયિક આદિના વિષયમાં પણ સંપૂર્ણ ઉદ્દેશક જાણવો જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે
વિવેચનઃ
ચરમ :– (૧) તે જ ભવમાં મોક્ષમાં જનારા જીવો ચરમ કહેવાય છે. (૨) તે અવસ્થાને છોડી અન્ય અવસ્થાને પ્રાપ્ત કરી પુનઃ તે અવસ્થાને પ્રાપ્ત ન કરનાર જીવો ચરમ કહેવાય છે, યથા—– જે જીવ નરકમાંથી નીકળીને મનુષ્યાદિ ત્રણ ગતિઓમાં કેટલાક ભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરશે, પરંતુ પુનઃ નરકમાં જશે નહીં, તેને ચરમ નૈરયિક કહેવાય. આ રીતે પ્રત્યેક સ્થાનમાં સમજવું જોઈએ. જેમ કે કોઈ મનુષ્ય અન્ય ગતિમાં ન જાય અને મનુષ્ય રૂપે જ બે, ચાર ભવ કરીને અંતે મોક્ષે જાય તેને પણ ચરમ મનુષ્ય કહેવાય છે.
અહીં ચરમ નૈયિક માટે પરંપરોત્પન્નક ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે અને પરંપરોત્પન્નક ઉદ્દેશકમાં તેના માટે પ્રથમ ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે. પ્રથમ ઉદ્દેશકમાં આયુષ્ય કર્મના સામાન્યતઃ ચાર ભંગ કહ્યા છે. તે અનુસાર ચરમ મનુષ્યમાં પણ આયુષ્યકર્મ બંધના ચાર ભંગ સૂચિત થાય છે.
ચરમ મનુષ્ય ઃ– તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી મનુષ્યો તો ચરમ છે જ, તે સિવાય જે મનુષ્ય મનુષ્યગતિને છોડી બીજી ગતિમાં ન જાય, મનુષ્યના જ બે, ત્રણ કે ઉત્કૃષ્ટ આઠ ભવ કરી મુક્ત થાય, તેનું મનુષ્ય ગતિની અપેક્ષાએ ચરમપણું હોવાથી તેને ચરમ મનુષ્ય કહેવાય છે. આ રીતે સૂત્રના આશયને સમજતા પ્રથમ ઉદ્દેશક અનુસાર ચરમ મનુષ્યમાં પણ ચારે ય ભંગ ઘટિત થાય છે. સંક્ષેપમાં ચરમશરીરી અને નિરંતર મનુષ્યના જ ભવ કરી મુક્ત થનાર જીવો ચરમ મનુષ્ય કહેવાય છે.
|| શતક-૨૬/૧૦ સંપૂર્ણ ॥