________________
૪૭૨
શ્રી ભગવતી સૂત્ર-૫
જીવ | બોલ |
વિવરણ મનુષ્ય
૪૭–૧૧ = ૩૬| જીવ-૧, વેશ્યા-૭, પક્ષ–૨, દષ્ટિ-૨, અજ્ઞાન–૩, જ્ઞાન-૪, સંજ્ઞા-૪,
વેદ-૪, કષાય-૫, યોગ-૨, ઉપયોગ–= ૩૬ (૪૭ બોલમાંથી અલેશી, મિશ્રદષ્ટિ, વિર્ભાગજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત,
અવેદી, અકષાયી, મનયોગ, વચનયોગ, અયોગી આ ૧૧ બોલને વર્જીને) * (૧) આ કોષ્ટકમાં લેશ્યા, જ્ઞાન, અજ્ઞાન આદિ બોલોમાં સલેશી, સમુચ્ચય જ્ઞાની, સમુચ્ચય અજ્ઞાની આ રીતે સમુચ્ચય બોલની ગણના સહિત સંખ્યા આપી છે. જેમ કે નારકીમાં ત્રણ વેશ્યા છે અને તેમાં સલેશીની ગણના કરીને વેશ્યા-૪ કહી છે. આ રીતે દરેક બોલમાં સમજવું. (૨) બોલના કોલમમાં દરેક દંડકના બોલની સંખ્યા દર્શાવીને અંતરોત્પન્નકમાં અપ્રાપ્ત બોલની સંખ્યાને બાદ કરીને, પ્રાપ્ત થતા બોલની સંખ્યા સ્પષ્ટ કરી છે. - કોઈપણ દંડકના અનંતરોત્પન્નક જીવોમાં પહેલું, બીજું અને ચોથું આ ત્રણ ગુણસ્થાન હોય છે. તે જીવો કર્મબંધ રોકી શકતા નથી. તેથી તેમાં ત્રીજા અને ચોથો ભંગ સંભવિત નથી. આ રીતે અનંતરોત્પન્નક જીવોના પ્રત્યેક દંડકમાં પ્રાપ્ત થતી ઋદ્ધિમાં પાપકર્મની અપેક્ષાએ પહેલો અને બીજો, તે બે ભંગ જ હોય છે. આ જ રીતે આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મોમાં પણ પહેલો અને બીજો બે ભંગ હોય છે. અનંતરોત્પન્નકમાં સૈકાલિક આયુષ્ય બંધઃ| ३ अणंतरोववण्णएणं भंते !णेरइए आउयंकम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? નોયની !નથી, ગંધ, થિરૂફ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અનંતરોત્પન્નક નૈરયિકે શું આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! તે અનંતરોત્પન્નક નૈરયિકમાં પહેલાં બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતો નથી અને ભવિષ્યમાં બાંધશે. આ એક ત્રીજો ભંગ જ પ્રાપ્ત થાય છે. |४ सलेस्सेणं भंते !अणंतरोववण्णए णेरइए आउयंकम्मं किंबंधी, बंधइ, बंधिस्सइ, पुच्छा? गोयमा ! एवं चेव तइओ भंगो । एवं जावअणागारोवउत्ते सव्वत्थ वितइओ भगो । एवंमणुस्सवज्ज जाववेमाणियाणं । मणुस्साणं सव्वत्थ तइयचउत्था भंगा,णवरं कण्हपक्खिएसुतइओ भंगो, सव्वेसिं णाणत्ताइ ताईचेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી અનંતરોત્પન્નક નૈરયિકે શું આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ ત્રીજો ભંગ હોય છે. આ રીતે યાવતુ અનાકારોપયુક્ત નૈરયિક સુધી સર્વત્ર ત્રીજો ભંગ હોય છે. આ રીતે મનુષ્ય સિવાય વૈમાનિક સુધી જાણવું. મનુષ્યોમાં સર્વ સ્થાનોમાં ત્રીજા અને ચોથો તે બે ભંગ કહેવા જોઈએ, પરંતુ કૃષ્ણપાક્ષિકમાં એક ત્રીજો ભંગ જ હોય છે. સર્વ સ્થાનોમાં પ્રાપ્ત થતા બોલોની ભિન્નતા પૂર્વવત્ સમજવી. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના અનંતરોત્પન્નક જીવોમાં આયુષ્ય કર્મબંધની સૈકાલિક વિચારણા છે.