________________
શતક–૧૬: ઉદ્દેશક-૨
૪૭૩
મનુષ્ય સિવાયના ૨૩ દંડકમાં આયુષ્ય કર્મમાં એક ત્રીજો ભંગ હોય છે, યથા– કોઈ જીવે આયુષ્ય કર્મ બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે. અનંતરોત્પન્નક કોઈ પણ જીવ આયુષ્ય કર્મ બાંધતા નથી, આયુષ્યનો બંધ વર્તમાન આયુષ્યના બે ભાગ વ્યતીત થયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે જ થાય છે. તેથી તે પ્રથમ સમયોત્પન્નકમાં પ્રથમ બે ભંગ સંભવિત નથી, ૨૩ દંડકના જીવો મોક્ષે જતા નથી તેથી યથાયોગ્ય કાલે ભવિષ્યમાં આયુષ્ય કર્મનો બંધ અવશ્ય કરશે. તેથી તેમાં ચોથો ભંગ પણ સંભવિત નથી પરંતુ ત્રીજો એક ભંગ જ સંભવિત છે. મનુષ્યમાં - ત્રીજો અને ચોથો બે ભંગ હોય છે. તેમાં ત્રીજો ભંગ પૂર્વવત્ ઘટિત થાય છે અને ચોથો ભંગ ચરમ શરીરી જીવોની અપેક્ષાએ ઘટિત થાય છે કારણ કે તે જીવો વર્તમાને આયુષ્ય બાંધતા નથી અને ચરમ શરીરી હોવાથી તે જ ભવે મુક્ત થાય છે માટે ભવિષ્યમાં પણ આયુષ્ય બાંધવાના નથી.
મનુષ્યમાં ૪૭ બોલમાંથી પૂર્વોક્ત ૧૧ બોલ અનંતરોત્પન્નક મનુષ્યોમાં નથી. શેષ ૩૬ બોલમાંથી કૃષ્ણપાક્ષિકમાં એક ત્રીજો ભંગ હોય છે. કારણ કે તે ચરમ શરીરી હોતા નથી. શેષ ૩૫ બોલ યુક્ત જીવો ચરમ શરીરી હોય શકે છે. તેથી તેમાં ત્રીજો, ચોથો બે ભંગ હોય છે. આ ૩૫ બોલમાં ત્રણે ય વેદ હોવાથી પ્રથમ સમયોત્પન્નક ત્રણે ય વેદવાળા જીવો તે જ ભવે મુક્ત થઈ શકે છે. જન્મ નપુંસકની સિદ્ધિ:- પ્રસ્તુત સૂત્રોમાં અનંતરોપપત્રક મનુષ્યોમાં વેદાદિ ૩૫ બોલમાં ચોથો ભંગ ચરમ શરીરીની અપેક્ષાએ ઘટિત થાય છે. સૂત્રગત આ વિધાનથી સિદ્ધ થાય છે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે વેદવાળા જીવો ચરમ શરીરી હોય શકે છે અને ત્રણે ય વેદવાળા જીવો મોક્ષે જાય છે. વૃદ્ધ પરંપરા અનુસાર જન્મ નપુંસક સિદ્ધ થતાં નથી પરંતુ કૃત્રિમ નપુંસક સિદ્ધ થાય છે. તે કથન આ સૂત્રાશથી અનુચિત ઠરે છે. આ સૂત્રમાં અનંતરોત્પન્નક અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી નપુંસકની વાત છે અને તે જન્મ નપુંસક જ કહેવાય છે. શતક-૨૫ ના સંજયા-નિયંઠામાં પણ પુરુષવેદી, પુરુષનપુંસકવેદીને સંયતપણું– નિગ્રંથપણું પ્રાપ્ત થાય છે, તેવું કથન છે. પુરુષ નપુંસકથી પુરુષાકૃતિવાળા નપુંસકોનું ત્યાં કથન છે. પુરુષાકૃતિ જન્મ જાત જ હોય છે. આ બંને સૂત્ર પાઠથી સ્પષ્ટ થાય છે કે જન્મ નપુંસક સિદ્ધ થાય છે.
તે ઉપરાંત જન્મ નપુંસક કે કૃત્રિમ નપુંસક જેવા ભેદ આગમોમાં ક્યાંય જણાતા નથી.
સૂત્ર વ્યવહારી શ્રમણો માટે નપુંસકોને દીક્ષા આપવાનો કલ્પ નથી. પરંતુ આગમ વ્યવહારી શ્રમણો તેને દીક્ષા આપી શકે છે. સુત્ર વ્યવહારી શ્રમણો દીક્ષા ન આપે તેવા સમયે પુરુષ નપુંસકો સ્વયં પોતાની મેળે દીક્ષા લઈ આત્મ કલ્યાણ કરી શકે છે. અનંતરોત્પન્નક જીવોને આઠ કર્મમાં ચતુર્ભાગ:
કર્મ | દંડક | બોલ | ભંગ સાત કર્મ
૨૪ દંડકમાં યથાયોગ્ય સર્વ બોલમાં | પહેલો, બીજો આયુષ્ય કર્મ
૨૩ દંડકમાં | યથાયોગ્ય સર્વ બોલમાં | ત્રીજો આયુષ્ય કર્મ મનુષ્યમાં કૃષ્ણપક્ષીમાં
ત્રીજો આયુષ્ય કર્મ
મનુષ્યમાં શેષ ૩૫ બોલમાં
ત્રીજો, ચોથો
છે શતક-ર૬/ર સંપૂર્ણ