________________
નિમિત્તે અનાદિની અરતિને દૂર કરી, અખંડ રતિ-આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજનનું નિર્માણ થયું છે. આ આયોજનને પૂર્ણ કરવા મુખ્યતયા પૂ. મુક્ત–લીલમ ગુણી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
- આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું એકવીસમું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સોત સમ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી, સૂત્ર સંકલનકર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધકર્તા પૂર્વધર શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જયમાણેક-પ્રાણ-ગુસ્વર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ! શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાંનિધ્યમાં આપે બે બે વાર શ્રી ભગવતી સૂત્રની વાચના કરાવી અને તે જ આગમ અનુવાદનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાને પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
જેઓએ પોતાના ગહન ચિંતન-મનન પૂર્વક “શ્રી ભગવતી સૂત્રના ગૂઢાત્મક ભાવોની ઝાંખી' દ્વારા કેટલાય રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે તેવા ગચ્છશિરોમણિ પૂજ્યપાદ શ્રી જયંતમુનિ મ.સા.ની જ્ઞાન ગરિમા અને ગુણગ્રાહી દષ્ટિ તે જ અમારું ગૌરવ છે.
આ પવિત્ર પળે વાણીભૂષણ પૂ.ગિરીશ મુનિ મ.સા.ના પાવન ચરણોમાં ભાવવંદન કરું છું.
આ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. જેઓ આગમ સંપાદન કાર્યની પૂર્ણતા માટે તપારાધના સહિત અપ્રમત્તભાવે, અખંડપણે કાર્ય કરી રહ્યા છે, તેમની આગમચિ અને કાર્ય કરવાનો ઉત્સાહ અમારા ઉત્સાહને વધારે છે. તેમણે પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. તેમાં આવશ્યક સૂચનો કર્યા છે.
47