________________
છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીધ્ર પ્રાપ્ત કરી શકે છે. અંતે સંપૂર્ણ ભગવતી સૂત્રના વિશિષ્ટ વિષયોની અનુક્રમણિકા બનાવી તેનું વિષય પ્રમાણે સંકલન કર્યું છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ–૧માં શતક ૧ થી ૪, ભાગ–રમાં શતક ૫ થી ૭, ભાગ–૩માં શતક–૮ થી ૧૨, ભાગ-૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–પમાં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે.
શ્રુત પરંપરાને અક્ષણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રયત્નોમાં પ્રસ્તુત સંસ્કરણ નક્કર કડીનું કામ કરી રહ્યું છે. પ્રસ્તુત સંસ્કરણમાં આધારભૂત ગ્રંથો :
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં સૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર અંગ સુરાણિ ખંડ-૨ તથા 'મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર'ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ કૃત સંસ્કૃત ટીકા, શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, સૈલાના–ભગવતી સૂત્ર, યુવાચાર્ય શ્રી મધુકરમુનિ કૃત ભગવતી સૂત્ર, પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત ભગવતી સૂત્ર, આગમ દિવાકર પૂ. જનક મુનિ મ. સા. લેખિત ભગવતી ઉપક્રમ, આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા. લેખિત જૈનાગમ નવનીત ભાગ-૭ને આધારભૂત બનાવ્યા છે.
આભાર દર્શન - આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. નું જન્મ શતાબ્દી વર્ષ છે.
જેમની ઉજ્જવળ પરંપરા રૂપ જિન શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુરુવર્યોની ઉપકાર સ્મૃતિ
|
46