________________
મારા અનંત ઉપકારી ગુરુણીદેવા પૂજ્યવરા પૂ. મુકતાબાઈ મ. એ અપાર વાત્સલ્ય વહાવી મારા કાર્યને વધાવ્યું છે.
જેને જિનવાણી પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ગુરુવર્યો પ્રતિ અનન્ય ભક્તિભાવ છે, જેના તનમાં, મનમાં અને રોમેરોમમાં અનંત ઉપકારી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભાયેલુ કાર્ય શીઘ્રતયા પૂર્ણ કરવાની એક જ લગન છે, કાર્યની પૂર્ણતા માટે કેટલાય કઠિનતમ નિયમો સહ જેઓ શ્રુત સેવામાં સમર્પિત થઈ ગયા છે, તેટલું જ નહીં તેઓશ્રીનો અમારા પર પડતો કૃપા પૂર્ણ દષ્ટિપાત અમારી ઉર્જાને પણ જાગૃત કરે છે, શક્તિને પુષ્ટ બનાવે છે અને કાર્ય કરવા માટે પ્રેરક બને છે, તેવા મુખ્ય સંપાદિકા મમ જીવન નૈયાના સુકાની, ગુરુગ્ણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ મારા લેખનનું શુદ્ધિકરણ કર્યું છે.
આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગની પૂ. ઉષાબાઈ મ., તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતિબાઈ મ. આદિ સર્વ ઉપકારીઓ પ્રતિ હું કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવંતુ બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે.
આગમજ્ઞાન પ્રદાતા પૂજ્યવરોનો છે અનંત ઉપકાર, ભગવદ્ ભાવો પ્રગટાવવા જિનવાણીનો કરું છું સત્કાર. વિશ્વમાં ગુરુ 'પ્રાણ'નો વર્તી રહ્યો છે સદા જય જયકાર સહભાગી બન્યા મુજ કાર્યમાં સહુનો કરું છું ૠણ સ્વીકાર.....
મારી અલ્પબુદ્ધિ સામર્થ્ય અને મંદ ક્ષયોપશમે શ્રી ભગવતી સૂત્રના ગંભીર ભાવોના રહસ્યોને હું સમજી ન શકી હોઉં અને શ્રુતલેખનમાં ભગવાણીની કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.....
અંતે......
48